અમદાવાદમાં ભુવા પડવા અને રસ્તાઓ ધોવાઇ જવા એ સમાન્ય બાબત બની ગઇ છે.. લોકો કોર્પોરેશનની મંદગતીની કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે.. ત્યારે અમદાવાદ શહેરાના ભૂલાભાઈ પાર્ક પાસે ગટરમાં ટ્રક ફસાતા AMCની કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં છે. આ વિસ્તારમાં મેઈન રોડ પર આવેલી ગટર અચાનક તૂટી જતા તેમાં ટ્રક ફસાવાની ઘટના બની હતી. ગત મોડી રાત્રે એક રેતી ભરેલો ટ્રક કન્સ્ટ્રકશન સાઈટ ઉપર આવે છે અને રિવર્સ લેતી વખતે અચાનક જ ટ્રક ધડામ કરતો ગટરની અંદર પડે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ છે. ત્યારબાદ આ ટ્રક ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. આ ગટર અચાનક 15 થી 20 ફૂટ જેટલી તૂટતા કહી શકાય કે તંત્રના દાવા પોકળ પુરવાર થઈ રહ્યાં છે.