ગુજરાત (Gujarat) અને અમદાવાદ(Ahmedabad) સહિતા અન્ય શહેરોમાં અંગદાનનું (Organ Donation)મહત્વ દિવસે દિવસે વધવા લાગ્યુ છે. લોકો હવે અંગદાન પ્રત્યે સજાગ બન્યા છે. કારણ કે આ કરવાથી અન્ય જરૂરિયાત મંદ લોકોને સારૂ જીવન જીવવા મળી શકે છે.
વિજયભાઈ રાવલનું માર્ગ અકસ્માતમાં નિધન થયું. તેમના પરિવારે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેતાં. અન્ય 4 લોકોનું જીવન ઉજાસથી ભરાઈ ગયુ છે.
કોરોના વધતા ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, ધોરણ 1થી 9ની સ્કૂલોમાં ઓફ લાઇન શિક્ષણ બંધ
22 વર્ષિય વિજયભાઈનું મહેસાણા પાસે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તુરંત જ તેમને મહેસાણાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા. ત્યાં તબીબે તેમની સ્થિતિ ગંભીર કહેતાં વધુ સારવાર કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લવાયા. સિવિલ હોસ્પિટલમાં સારવારની શરૂઆત થતાં ડોક્ટર્સે તમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. વિજયભાઈના નિધનથી તેમના પરિવાર પર પણ જાણે આભ તુટી પડ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. વિજયભાઈના ભાઈ સચીનભાઈ તેમના યુવા ભાઈને ઘરનો સાવજ ગણતા અને કહેતાં કે વિજયનું સંઘર્ષપૂર્ણ જીવન અને સાહસિક સ્વભાવ ઘરના સાથે સાથે અન્ય ઘણાં લોકોને પ્રોત્સાહન પૂરૂ પાડ્યુ છે.
IPL2022: અમદાવાદની ટીમને અત્યાર સુધી કેમ નથી મળ્યો લેટર ઓફ ઇન્ટેન્ટ, જાણો
અંગદાન પર કામ કરતી એક ચેરીટેબલ સંસ્થા અંગદાન ચેરિટેબલ સંસ્થાના સ્વયંસેવકોએ વિજયભાઈના ઘરે જઈને તેમના પરિવારજનોને અંગદાન કરવા માટે જાણકારી અપાઈ. અંગદાન કરવાથી અન્ય કેટલા લોકોના જીવન ફરીથી પ્રકાશ ફેલાવી શકાય છે. તેની પણ જાણકારી અપાઈ. જાણકારીની સમજ કેળવી પરિવારજનોએ પણ અંગદાન માટે સંમતિ દર્શાવ્યા પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન માટેના વિવિધ ટેસ્ટ કરાયા. જે તમામ ટેસ્ટ અંગદાન માટેના માપદંડોમાં બંધબેસતા વિજયભાઈના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરાઈ. વિજયભાઈના અંગોના દાનમાં હૃદય ગ્રીન કોરિડોર મારફતે સિમ્સ હોસ્પિટલ અને ફેફસાને ગ્રીનકોરિડોર મારફતે મુંબઈ, જ્યારે લિવર અને બંને કિડની અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ માં અત્યાર સુધી ૨૯ અંગદાતાઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે. 80 વ્યક્તિઓમા 95 અંગોનુ પ્રત્યારોપણ કરી આ તમામ જરૂરિયાત મંદોને નવજીવન આપવામાં સફળતા મળી છે.