ભારતીય સંચાર નિગમ લિમિટેડ દેશની સૌથી આકર્ષક ટેલિકોમ કંપની ના હોય પરંતુ તેના વીઆઇપી અથવા ફેન્સી નંબર માટે ભારતમા લોકોમાં હજુ પણ ખૂબ ક્રેઝ છે. લોકો આ પ્રકારના નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચતા અચકાતા નથી.
તાજેતરમાં જ રાજસ્થાનના કોટાના એક બટાકાના વેપારીએ એક ફેન્સી બીએસએનએલ વીઆઇપી નંબર ખરીદ્યો હતો. આ માટે આ વેપારીએ 2.4 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. આ સાંભળીને તમને આશ્વર્ય થશે કારણ કે કોઇ વ્યક્તિ ફોન નંબર પાછળ આટલા લાખ રૂપિયાનો કેવી રીતે ખર્ચ કરી શકે. આ નંબર છે XXX7000000. વેપારી ડુડેજાએ આ પ્રથમ વીઆઇપી નંબર નથી. આ અગાઉ પણ તેમણે એક લાખ રૂપિયા ખર્ચીને નંબર ખરીદ્યો છે.