ભારતીય ક્રિકેટ ટીમના લિમિટેડ ઓવર અને ટેસ્ટ ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન સાથે રમી રહી છે. રોહિત શર્માને વન ડે અને ટી-20નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે ટેસ્ટ ટીમનું નેતૃત્વ વિરાટ કોહલી કરી રહ્યો છે.
રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 સીરિઝથી ટી-20 ફોર્મેટની કેપ્ટન્સી સંભાળી છે. વન ડેની કેપ્ટન્સી તે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમાનારી સીરિઝથી સંભાળશે. આ બન્ને દિગ્ગજ ક્રિકેટર ભારકીય ક્રિકેટની તાકાત છે અને બીસીસીઆઇની સાથે આઇપીએલની ફ્રેન્ચાઇઝી પણ તેમની પર સારી રકમ ખર્ચ કરે છે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા બીસીસીઆઇના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ગ્રેડ એ પ્લસમાં આવે છે. બન્નેને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે.
બીસીસીઆઇ સિવાય તેમણે આઇપીએલથી પણ સારી એવી રકમ મળે છે. આ બન્ને સ્ટાર ખેલાડીઓને તેમની ફ્રેન્ચાઇઝી કરોડો રૂપિયા આપે છે.
બીસીસીઆઇ પાસેથી બન્નેને 7-7 કરોડ રૂપિયા મળે છે પરંતુ આઇપીએલમાં તેમણે મળનારા પગારમાં અંતર છે. રોહિત શર્માને મુંબઇ ઇન્ડિયન્સે 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તો આરસીબીની કેપ્ટન્સીમાંથી રાજીનામુ આપી ચુકેલા વિરાટ કોહલીને 15 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે.
રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન છે. રોહિત શર્માને 2013 સીઝન વચ્ચે કેપ્ટન્સી સોપવામાં આવી હતી, તેમના નેતૃત્વમાં મુંબઇ ચાર વખત આઇપીએલનો ખિતાબ જીતી ચુકી છે. મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટન્સીમાં 2015, 2017, 2019 અને 2020ની ટ્રોફી પોતાના નામે કરી હતી.
વિરાટ કોહલી 2013થી 2021 સુધી આરસીબીના કેપ્ટન રહ્યા હતા. જોકે, તે એક પણ વખત પોતાની ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નથી. ટીમ 2021ની સીઝનમાં એલિમિનેટર સુધી પહોચી હતી. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં આરસીબી 2016ની સીઝનમાં ફાઇનલમાં પહોચી હતી જ્યા તેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.