આઇપીએલ (IPL 2021)માંથી રોયલ ચેલેન્ચર્સ બેંગલોર (RCB)ની ટીમની હાર પછી વિરાટ કોહલીનું આરસીબીને આઇપીએલ જીતાડવાનું સ્વપ્ન અધુરુ રહી ગયું છે.. ત્યારે હાલમાં વિરાટ કોહલી આગામી સમયમાં રમાનાર T-20 વર્લ્ડકપ પર ફોક્સ કરી રહ્યો છે.. કેમ કે વિરાટનું આગામી લક્ષ્ય ટી-20 વર્લ્ડ કપ જીતીને વિદાય લેવાનું છે.. કેમ કે વિરાટ કોહલી પહેલાં જાહેરાત કરી ચુક્યો છે કે તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમનો આ છેલ્લો ટી-20 વર્લ્ડ કપ હશે..
ત્યારે હાલમાં જ વિરાટ કોહલીએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે.
જેમાં તે બાયો બબલમાં કેવો અનુભવ કરી રહ્યો છે, તેની જાણકારી આપી છે.. આ તસવીરમાં વિરાટ કોહલી એક ખુરશી પર બેઠો છે અને તે એક દોરડાથી બંધાયેલો નજરે પડે છે.
આ તસવીરમાં વિરાટના ચહેરા પર સ્પષ્ટ થાક દેખાય છે.. આ થાકના અનુભવને વિરાટે બાયો બબલમાં થયેલા અહેસાસ સાથે સરખાવ્યો છે.. વિરાટે આ તસવીર પર કેપ્શન આપતા લખ્યું છે કે ‘ બાયો બબલમાં રમવાથી આવા પ્રકારના થાકનો અનુભવ થાય છે’ આ તસવીરને વિરાટના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે, હાલમાં સોશિયલ મીડિયામાં આ તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. ત્યારે વિરાટની આ તસવીરની ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પિટરસને ખૂબ પ્રશંસા કરી હતી, અને વિરાટના અનુભવને યોગ્ય ગણાવ્યો હતો.