Better.comના સીઇઓ વિશાલ ગર્ગ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તાજેતરમાં એક ઝૂમ કોલ મીટિંગ (Zoom Call Meeting) દરમિયાન એક ઝટકામાં 900 કર્મચારીઓને છુટા કરવાની જાહેરાત કરી હતી. વિશાલ ગર્ગની મીટિંગ સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં મીટિંગમાં હાજર એક વ્યક્તિએ તેને રેકોર્ડ કરી નાખ્યો હતો અને જે હવે ઇન્ટરનેટ પર લીક થઇ ગયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ દરેક કોઇ વિશાલ ગર્ગ વિશે જાણવા ઉત્સુક છે.
ગૂગલ પર યૂઝર્સ વિશાલ ગર્ગ વિશે જાણવા માંગે છે અને તે કોણ છે અને ક્યાનો રહેવાસી છે તે સર્ચ કરી રહ્યા છે. આ સાથે જ દરેક વ્યક્તિ એમ જાણવા માંગે છે કે વિશાલ ગર્ગે એક ઝટકે 900 કર્મચારીઓને કેમ છુટા કરી નાખ્યા.
વિશાલ ગર્ગે કહ્યુ હતુ કે તે બીજી વખત આ રીતનો નિર્ણય લઇ રહ્યા છે? દરેક કોઇ જાણવા માંગે છે કે આ ઘટના પહેલા ક્યારે તેમણે આવો નિર્ણય લીધો હતો અને કેટલા કર્મચારીઓને છૂટા કર્યા હતા.
મહત્વપૂર્ણ છે કે વિશાલ ગર્ગ Better.comના ફાઉન્ડર અને સીઇઓ છે. આ એક ડિઝિટલ ફર્સ્ટ હોમ ઓનરશિપ કંપની છે. લિંકડિન પરથી મળેલી જાણકારી અનુસાર વિશાલ ગર્ગ વન ઝીરો કેપિટલના ફાઉન્ડિંગ પાર્ટનર પણ છે. આ વર્ષની શરૂઆતમાં કોરોના મહામારી દરમિયાન વિશાલ ગર્ગે ન્યૂયોર્ક શહેરની પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસમાં સારી સુવિધા માટે 2 મિલિયન ડૉલરનું દાન આપ્યુ હતુ, તેમણે જે પૈસા દાનમાં આપ્યા હતા જેનો ઉપયોગ આર્થિક રીતે નબળા બાળકોને આઇપેડ અને ઇન્ટરનેટની સુવિધા આપવામાં કરવામાં આવ્યો હતો.