spot_img

10 હજારથી પણ ઓછા બજેટમાં સૌથી સારા ફીચર્સનો સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોવ તો આ રહ્યા ટોપ 5 સ્માર્ટફોન

જો તમે દસ હજારની આસપાસનો સૌથી બેસ્ટ સ્માર્ટફોન ખરીદવા માંગતા હોવ તો ખાસ આ પાંચ સ્માર્ટફોન તમને ચોક્કસ ઉપયોગી થઇ શકે છે. કેમ કે અહિંયા અમે તેમને એવા સ્માર્ટફોનની જાણકારી આપી રહ્યા છીએ જે બજેટમાં સસ્તા છે પરંતુ તમામ ફીચર્સ આપવામાં આવ્યા છે.. આ માટે અમે તમારા માટે 10 હજારના બજેટમાં આવતા 5 બેસ્ટ સ્માર્ટફોનની માહિતી લાવ્યા છીએ:

  • Realme C30-7,499

realme C30માં Unisoc T612 પ્રોસેસર છે. બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, 2GB RAM + 32GB સ્ટોરેજ રૂ. 7,499 અને 8,299 રૂપિયામાં 3GB RAM + 32GB સ્ટોરેજ. આ સ્માર્ટફોનમાં 8MP રીઅર AI કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરા શૂટર છે. આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી છે. Realme C30 ડેનિમ બ્લેક, બેમ્બૂ ગ્રીન અને લેક ​​બ્લુ રંગોમાં ઉપલબ્ધ છે અને તે realme, Flipkart અને ઑફલાઇન સ્ટોરની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

  • Infinix Smart 6 – Rs.7,499

Infinix Smart 6માં 6.6-ઇંચની ડિસ્પ્લે અને તે 2GB રેમ અને 32GB સ્ટોરેજમાં ઉપ્લબ્ધ છે. જેને એક્સટર્નલ મેમરી દ્વારા 512 GB સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફી માટે, ડ્યુઅલ ફ્લેશ સાથે 8MP રીઅર કેમેરા અને સિંગલ ફ્લેશ સાથે 5 MP ફ્રન્ટ કેમેરા પણ આવે છે. તેમાં 5,000 mAhની બેટરી છે અને તે Android 11 OS (GoEdition) સાથે આવે છે. Infinix Smart 6 4 કલરમાં આવે છે, હાર્ટ ઓફ ઓશન, લાઇટ સી ગ્રીન, પોલર બ્લેક અને સ્ટેરી પર્પલ, અને તેને Infinixની વેબસાઇટ, Flipkart અને ઑફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

  • Redmi 9 Active – Rs. 9,499

Redmi 9 Active MediaTek Helio G35 ચિપસેટથી ચાલે છે. તે 2 વેરિએન્ટમાં મળે છે – 4GB RAM + 64GB સ્ટોરેજ અને 6GB RAM + 128GB સ્ટોરેજ. આ હેન્ડસેટમાં 6.53-ઇંચ HD+ ડિસ્પ્લે છે અને તે બજેટની અંદર રમનારાઓ માટે સારી પસંદગી માનવામાં આવે છે. Redmi 9 Active ડ્યુઅલ રીઅર શૂટર સાથે આવે છે- 13 MP મુખ્ય કેમેરા અને 2 MP ડેપ્થ સેન્સર અને 5 MP AI સેલ્ફી કેમેરા છે. 5,000 mAh બેટરી સાથે Redmi 9 Active ત્રણ કલર્સમાં ઉપલબ્ધ છે – કાર્બન બ્લેક, કોરલ ગ્રીન અને મેટાલિક પર્પલ. જે 9,499થી શરૂ થાય છે. આ સ્માર્ટફોનXiaomi, Amazon પર અને ઑફલાઇન સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ છે.

  • Xiaomi Redmi 10A – Rs. 9,499

Xiaomi Redmi 10Aમાં 6.52-ઇંચ HD+ ડિસ્પ્લે છે અને તે MediaTekHelio G35 ચિપસેટ દ્વારા ચાલે છે. ફોનમાં 3GB RAM અને 32GB સ્ટોરેજ મળે છે. કેમેરામાં તે ડ્યુઅલ-રીઅર કેમેરા ઓફર કરે છે- 13MP અને 2MP સેન્સર.અને 5MP નો સેલ્ફી કેમેરા છે અને તેમાં 5,100 mAh બેટરી છે.

  • Poco C3 – Rs.9,999

Poco C3ને ‘ધ ગેમ ચેન્જર’ કહેવામાં આવે છે, તે 6.53-ઇંચ ડિસ્પ્લે સાથે આવે છે અને તેમાં 13 MP મેઈન કેમેરા, 2 MP પોટ્રેટ રીઅર કેમેરા અને 2 MP મેક્રો કેમેરા છે. ફ્રન્ટ કેમરા 5 MP છે અને 5,000mAhની બેટરી ધરાવે છે. આ હેન્ડસેટ ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે- મેટ બ્લેક, આર્ક્ટિક બ્લુ અને લાઇમ ગ્રીન. તેની પ્રાઇસ રૂ. 9,999થી શરુ થાય છે. ઑફલાઇન સ્ટોર્સ અને ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન અવેઇલેબલ છે.

  • Realme Narzo 50A પ્રાઇમ – Rs.11,499

Narzo 50A Prime એ Unisoc T612 પ્રોસેસર દ્વારા ચાલ છે અને તે 2 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે – 4GB RAM + 64GB સ્ટોરેજ અને બીજું 4GB RAM + 128GB સ્ટોરેજ. સ્માર્ટફોનમાં 6.6-ઇંચની FHD+ ડિસ્પ્લે છે અને તે 5,000 mAh બેટરી સાથે આવે છે. ફોટોગ્રાફી માટે Narzo 50A Primeમાં 50 MP AI ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 8 MP ફ્રન્ટ કેમેરા છે. આ હેન્ડસેટ બે કલરમાં મળે છે- ફ્લેશ બ્લુ અને ફ્લેશ બ્લેક. આ સ્માર્ટફોન રિયલમીની વેબસાઇટ, એમેઝોન અને ઑફલાઇન સ્ટોર્સ પર 11,499ની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles