શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ ઇસ્લામ ધર્મ છોડીને હિન્દૂ ધર્મ અપનાવી લીધો છે. ગાઝિયાબાદ સ્થિત ડાસના ડેવી મંદિરમાં યતિ નરસિંહાનંદ સરસ્વતીએ તેમણે હિન્દૂ ધર્મમાં સામેલ કરાવ્યા હતા. આ પ્રસંગે યતિ નરસિંહાનંદ સરસ્વતીએ કહ્યુ કે અમે વસીમ રિઝવી સાથે છીએ, વસીમ રિઝવી ત્યાગી બિરાદરી સાથે જોડાયા છે, તેમણે જણાવ્યુ કે વસીમ રિઝવીનું નામ હવે જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી હશે.
હિન્દૂ ધર્મ અપનાવ્યા બાદ વસીમ રિઝવીએ કહ્યુ, ‘ધર્મ પરિવર્તનની અહી કોઇ વાત નથી, જ્યારે મને ઇસ્લામમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો ત્યારે મારી મરજી છે કે હું કોઇ ધર્મને સ્વીકાર કરૂ..સનાતન ધર્મ દુનિયાનો સૌથી પ્રથમ ધર્મ છે. ઇન્સાનિયત જોવા મળે છે, અમે આ સમજીએ છીએ અને ઇસ્લામને અમે ધર્મ સમજતા જ નથી, માટે આજે હું સનાતન ધર્મ અપનાવી રહ્યો છું.
શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ પહેલા જ જાહેરાત કરી હતી કે તે ઇસ્લામ છોડીને હિન્દૂ ધર્મ અપનાવવા જઇ રહ્યા છે, તેમણે કહ્યુ હતુ કે ડાસનાના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતીએ તેમણે સનાતન દર્મમાં સામેલ કરાવ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે વસીમ રિઝવી અવાર નવાર પોતાની વાતો અને હરકતોને કારણે વિવાદમાં રહે છે. કેટલાક દિવસ પહેલા જ રિઝવીએ પોતાની વસીયત લખી હતી, જેમાં તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમના મર્યા બાદ તેમણે દફનાવવામાં ના આવે પણ હિન્દૂ રીત રિવાજથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે, તેમણે એવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેમને યતિ નરસિમ્હાનંદ તેમની ચિંતાને અગ્નિ આપે.