આપણે અવાર નવાર વાંદરાઓનો આતંક જ જોતા હોઈએ છીએ. એક જગ્યાથી બીજી જગ્યાએ છલાંગ લગાવી પહોંચવુ, ઉભી બાઈકને એક ઝડટકામાં નીચે પાડી દેવી. વાનરો આસાનીથી કરી લે છે. અને પર્યટન સ્થળો પર તો ઘણીવાર કિસ્સા બને છે કે ફરવા આવેલા વ્યક્તિએ ચહેરા પર ચશ્મા પહેર્યા હોય અથવા ખભા પર પર્સ લગાવ્યુ હોય તો વાનરો ખેંચીને ભાગી જાય છે.
તમામ ઘટનાઓથી અલગ જ આજે સોશ્યલ મીડિયામાં એવો વીડિયો વાયરલ થયો છે. જ્યાં આપને વિશ્વાસમાં ન આવે એવુ કામ વાનરે કરી દેખાડ્યુ છે. અત્યારના જમાનામાં એક માણસ બીજા માણસ માટે જે કામ ન કરે તે કામ એક નાનકડા વાનરે કરી દેખાડ્યુ છે. સોશ્યલ મીડિયા પર વાયરસ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે એક વાનર એક વૃદ્ઘને મદદ કરી રહ્યો છે. જેનાથી સાબિત થાય છે કે વાનરોમાં એવી માણસાઈ છે જે આજના જમાનામાં ખરેખર માણસોમાં પણ નથી.
વાનર દ્વારા વૃદ્ધની મદદનો વીડિયો beautiffulgram નામના એકાઉન્ટ પરથી ઈન્ટાગ્રાન પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો શેર કર્યા બાદ થોડા જ કલાકોમાં જોરદાર વાયરલ થઈ ગયો છે. વારંવાર લોકો એક જ પ્રકારની પ્રતિક્રિયા અત્યારે વીડિયોને જોઈને આપી રહ્યા છે. અત્યારે પ્રાણીઓમાં માનવતા છે પણ માણસો માનવતા ખોઈ બેસ્યા છે