9 ડિસેંબરે લગ્ન બાદ (Vicky Kaushal) વિક્કી કોશલ અને કેટરીના કૈફ (Ketrina Kaif)બીજા જ દિવસે હનિમુન (Honeymoon) પર રવાના થઈ ગયા હતા. હવે કપલ પરત આવી ગયા છે. બંન્ને લગ્ન પછી પહેલીવાર મુંબઈ એયરપોર્ટ (Mumbai airport) પર જોવા મળ્યાં.
જીત મેળવ્યા બાદ Harnaaz Sandhuએ કરી મોટી જાહેરાત
વિક્કી કૌશલ અને કૈટરીના કૈફ હવે પતિ પત્ની બની ગયા છે. મુંબઈ એયરપોર્ટ પર પૈપરાજી સાથે મુલાકાત પણ કરી. માથામાં સિંદુર ગળામાં મંગળસુત્ર, અને હાથમાં ચુડા, હલ્કા ચુડીદાર ડ્રેસમાં કેટરીનાનો આ મેરિડ લુક સુંદર લગતી હતી તો વિક્કી પણ ઓફ વ્હાઈટ શર્ટ અને પેંટ પહેર્યુ હતુ.
લગ્નના તુરંત બાદ 10 ડિસેમ્બરે હનીમુન માટે નિકળી ગયુ હતુ કપલ
લગ્ન કર્યા બાદ બીજા જ દિવસે કેટરીના અને વિક્કી હનીમુન માટે માલદીવ માટે નિકળી ગયા હતા. તેમના ગેસ્ટ અને ઘરના સભ્યો તો 10 તારીખે પોતાના ઘરે પરત ફર્યા હતા. હનીમુનમાં જતાં સમયે બંન્નેને ચોપરમાં બેસતાં જોવા મળ્યા હતાં. જો કે બંન્નેમાંથી કોઈએ પણ પોતાના હનિમુન ડેસ્ટિનેશન માટે કોઈપણ પ્રકારનો ખુલાસો કર્યો નથી.
View this post on Instagram
કેટરીના અને વિક્કી 6 ડિસેંબરે મુંબઈ એયરપોર્ટ પર એકસાથે નજર આવ્યા હતા. તે દિવસે બંન્ને પોતાના લગ્ન માટે રાજસ્થાન જવા માટે રવાના થઈ રહ્યા હતા. હવે અઠવાડિયા બાદ વિક્કી અને કૈટરીના પતિ પત્ની બનીને મુંબઈ પરત ફર્યા છે. અત્યાર સુધી લગ્નની તસવીરોમાં કપલ જોઈને ખુશ થનારા ફેંસને એયરપોર્ટ પર બંન્નેની એક ઝલક જોવાનો મોકો મળ્યો હતો.