મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં હાલમાં એક વ્યક્તિ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. આ વ્યક્તિનું નામ ગૌરવ ગુપ્તા છે. ગૌરવ ગુપ્ત અહી ચાટ પાપડીની દુકાન ધરાવે છે. પરંતુ ગૌરવ ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હમશકલ હોવાના કારણે વધુ ચર્ચામાં છે. જો તમે ગૌરવ ગુપ્તાને જોશો તો એક મિનિટ માટે ચોંકી ઉઠશો. તેમનો ચહેરો અરવિંદ કેજરીવાલ સાથે મળતો આવે છે.
ગૌરવ ગુપ્તાની દુકાનમાં લોકો દૂર દૂરથી ખાવા આવે છે. તેઓ સમોસાની સાથે ગુલાબ જાબુન વેચે છે. અનેક યુ-ટ્યુબર પણ ગૌરવ પાસે આવે છે અને સોશિયલ મીડિયા પર તેમના વીડિયો પોસ્ટ કરે છે જેના કારણે ગૌરવ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ ગયા છે. લોકો તેઓને ગ્વાલિયરના અરવિંદ કેજરીવાલ કહેવા લાગ્યા છે. તેઓ કેજરીવાલની જેમ ટોપી પહેરવાનું શરૂ કરી દીધું છે.