રાજસ્થાનના જોધપુરમાં વોટર ક્રાઈસિસની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. પાણીનું સંકટ એટલુ ઘેરૂ બન્યુ છે કે તમામ ફિલ્ટર હાઉસ પર પોલીસનો પહેરો બેસાડી દેવામાં આવ્યો છે. હાલમાં રાજસ્થાનના જોધપુરમાં ભીષણ ગરમીની વચ્ચે ક્લોઝરની અવધિ વધવાના કારણે પાણીનું સંકટ છે તે વધુ ઘેરૂ બન્યુ છે. નહેરબંધીના કારણે સપ્લાયમાં અવરોધ આવી રહ્યો હતો. 72કલાકમાં ફકત એક જ વખત શહેરીજનોને પાણીની સપ્લાય કરવામાં આવે છે. પંજાબથી આવનાર પાણી નહેરના સમારકામના કારણે અટકી ગયુ છે. એવામાં બચેલા પાણીથી જ લોકોને ચલાવવું પડશે.
સમગ્ર પરિસ્થિતિને જોતા જોધપુર પ્રશાસને વોટર સપ્લાઈ ડિપાર્ટમેન્ટથી સપ્લાયની જવાબદારી પોતાના હાથોમાં લઈ લીધી છે અને પાણી પાસે પોલીસબંદોબસ્ત બેસાડી દેવામાં આવ્યો છે. 60 દિવસની ઈન્દિરા ગાંધી નહેરબંદીના 21મે સુધી પૂર્ણ કરવાની હતી. પરંતુ ફિડર તુટી જતા વધુ 10દિવસનો સમય લાગી શકે છે. નહેરબંદીના કારણે જોધપુરના પ્રાકૃતિક જળાશય કાયલાના અને તખ્તસાગર સુધી પાણી પહોંચાડનાર સ્થાનિય નેહર પણ સુકાઈ ગઈ.
જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ વોટર સપ્લાઈ મેનેજમેન્ટ માટે ઈમરજન્સી રિસપોન્સ ટીમની રચના કરી છે. જેના કારણે શહેરના ફિલ્ટર પ્લાન્ટ પર 24 કલાક પોલીસફોર્સ તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેના કારણે પાણીની ચોરી અને દુરપયોગ થતો અટકી શકે.. દરેક પ્લાંટ પર ચારથી પાંચ સુરક્ષાકર્મીઓને ઉભા રાખવામાં આવ્યા છે.