ભારત સરકારે વિજળી સંકટની સંભાવનાઓને ફગાવતા કહ્યુ કે તેમની પાસે પુરતો કોલસો છે. છેલ્લા કેટલાક દિવસથી કોલસા વિજળી સંયંત્રો પાસે ઇંધણ ખતમ થવાના સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે કહ્યુ કે પાવર પ્લાન્ટ્સની માંગ પુરી કરવા માટે તેમની પાસે પુરતો કોલસો છે.
એક નિવેદન જાહેર કરીને ભારત સરકારે કહ્યુ કે વિજળીનું સંકટ થવા નથી જઇ રહ્યુ. કેન્દ્ર સરકારે કહ્યુ કે કોલસા વિજળી સંયંત્રો પાસે 72 લાખ ટન કોલસાનો ભંડાર છે જે ચાર દિવસ માટે પુરતો છે. આ સિવાય સરકારી કંપની કોલ ઇન્ડિયા લિમિટેડ પાસે પણ ચાર કરોડ ટન કોલસાનો ભંડાર હોવાની વાત કહેવામાં આવી છે. કોલસા મંત્રાલયે રવિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યુ કે, વિજળી કાપની આશંકા કારણ વગરની છે.