આજના સમયમાં મોટા ભાગના લોકોના હાથમાં અલગ અલગ પ્રકારના કડા અને અવનવા કડા પહેરેલા દેખાતા હોય છે. મહિલા હોય કે પુરૂષ હોય બંન્ને તેને ફેશન તરીકે પહેરે છે. તો કેટલાક લોકો તેને ધાર્મિક રીતે જોડાઈને પહેરે છે. ધાર્મિક રીતે પહેરેલા કડામાં લોકો તાબાં અથવા તો ચાંદીના કડા પહેરે છે. અને કેટલા લોકો કોઈ અન્ય ધાતુના કડા પહેરે છે. પરંતુ આપે ક્યારે એવું જોયુ છે કે પારાનું કડુ કોઈ વ્યક્તિએ પહેર્યુ હોય. કદાચ નહી જોયુ હોય તો આજે અમે આપને પારાના કડાનું મહત્વ અને તેના ફાયદા જણાવીશુ
ધર્મગ્રંથમાં પારાને ભગવાન શિવનું રૂપ માનવામાં આવ્યો છે. જ્યોતિષશાશ્ત્ર પ્રમામે પારાને જીવંત ધાતુ માનવામાં આવે છે. જો તેને કડા સ્વરૂપમાં હાથમાં પહેરી લેવામાં આવે તો આપને ઘણી બિમારીઓથી બચાવી શકે છે. સાથે સાથે જીવનની કેટલીક સમસ્યાઓથી પણ દુર કરી આપશે. આ ધાતુનુ કડુ પહેરાથી ઘણો ફાયદો થાય છે.
જો આપ ભગવાનું શિવનું રૂપ ગણાતા એના પારાના કડાને તમારા હાથમાં પહેરશો થો આપની આસપાસ નકારાત્મક શક્તિઓથી છુટકારો પળભરમાં મળી જશે. જેના પર નકારાત્મક શક્તિઓ જલ્દી પ્રભાવ પાડે છે તેવા લોકોએ તો ખાસ પારામાંથી બનેલી કોઈ વસ્તુને શરીર સાથે જોડેલી રાખવી જોઈએ. સાથે સાથે એવા લોકોએ પણ આ ધાતુનુ કડુ પહેરી રાખવુ જોઈએ જેને હાથ પગ અને કમરના ભાગે સતત દુખાવો રહેતો હોય. હાથ પગ કમરના ભાગે દુખાવાથી પરેશાન લોકો પારાની વસ્તુ પહેરશે તો તેમને ઘણો ફાયદો મળશે.
ઘણા એવા પણ લોકો હોય છે જેમને ઋતુ બદલાય એટલે શારીરિક સમસ્યાઓ ઉભી થતી હોય છે. તેવા લોકો માટે પારાનુ કડુ ખુબ જ અક્સીર ઈલાજ ગણાય છે. પારાનુ કડુ પહેર્યુ હશે તો જ્યારે પણ ઋતુ ફેર થશે તો તમે બિમાર નહી પડો. વધારામાં પારાનું કડુ માનસિક સ્ટ્રેસ પણ દુર કરે છે. અને આળસ પણ દુર કરી દેશે.