કોરોનાના નવા વેરીએન્ટથી ભારત સાથે અન્ય દેશો પણ ચિંતામાં મુકાયા છે. વેરિએન્ટ સામે લડવા માટે અત્યારે ફક્ત એક વેક્સિન છે. ઘણી જગ્યાઓ અને લોકો છે જે વેક્સિન લેવા તૈયાર નથી
લોકો વેક્સિન લઈને કોરોના સામે રક્ષણ મેળવે તે દિશામાં સરકાર કામ કરી રહી છે. સમાજિક સંસ્થાઓ અને કાર્યકર્તાઓને પણ કામે લગાડી દેવાયા છે. જેમાં એક 11 વર્ષની સામાજિક કાર્યકર્તા પણ મદદ કરી રહી છે. જેનું નામ છે શ્રી. જેમને એકપણ વેક્સિનનો ડોઝ નથી લીધો તેવા લોકોને શ્રી ઘરે ઘરે જઈને વેક્સિન લેવા માટે જાગૃત કરે છે. એ પણ પોતાના અલગ અંદાજમાં
यह बिटिया तो दादी निकली। शाबाश श्री। नन्ही परी साड़ी पहन स्केटिंग करते हुए दे रही 'जागरूकता का डोज'। टीकाकरण के लिए कर रही लोगों को प्रेरित। गांव में फैली भ्रांतियों को दूर करने की कोशिश कर रही यह बिटिया।
#कोरोना#टीकाकरण#@JagranNews@narendramodi @PMOIndia @myogiadityanath pic.twitter.com/paTC7LTGaT— Govind Mishra (@ImGovind_Dj) June 15, 2021
UP ના સીતાપુરની દીકરી સ્કેટિંગ પહેરીને ગામોમાં ઘરે ઘરે જઈને લોકોને વેક્સિન ફાયદા સમજાવે છે વેક્સિન પ્રત્યે જાગૃક્તા ફેલાવે છે. ખાસ કરીને વૃદ્ઘ લોકો જેઓ વેક્સિન માટે ખોટી ગ્રંથી બનાવી છે. મજાની વાત છે કે શ્રી સાડી પહેરીને લોકોને જાગૃત કરે છે. સાડી પહેરીને એટલા માટે જાય છે કે ઓન લાઈન ક્લાસમાં તેને સાડી પહેરીને લોકોને જાગૃત કરવા માટે જણાવાયુ હતુ.
કેમ શરૂઆત કરી?
શ્રી ના પરિવાર સાથે ઘટના બની હતી. શ્રી ના દાદા-દાદીને કોરોનાની વેક્સિન લેવાની હતી. શ્રી પણ તેમની સાથે વેક્સિન સેંટંર ગઈ હતી. વેક્સિન સેંટર પર 10 લોકો ન હોવાથી સ્વાસ્થ્યકર્મીઓએ વાયલ ન ખોલવાનો નિર્ણય કર્યો. જો 2 લોકો માટે દવા ખોલવામાં આવે તો બીજી દવા બગડી જાત. ઘટના શ્રી ના દિમાગમાં ઘર કરી ગઈ અને વેક્સિન પ્રત્યે જાગૃતિ ફેલવાનો નિર્ણય કર્યો.
શ્રી લોકોને સમજાવે છે ખાસ કરીને વૃદ્ધ લોકો જે વેક્સિન પ્રત્યે જરા પણ જાગૃત નથી. તેમની પાસે જઈને સવાલ કરે છે તેમણે વેક્સિન લીધી કે નહી અને જો વેક્સિન ન લીધી હોય તો પોતાના દાદા દાદી સાથે ઘટેલી ઘટના જણાવે છે. બાદમાં વેક્સિન સુરક્ષિત છે. તેવું સમજાવે છે.