spot_img

પશ્વિમ બંગાળઃ ભાજપ સાંસદ અર્જુન સિંહ ટીએમસીમાં સામેલ, કહ્યુ- ઘર વાપસી થઇ છે.

બીજેપી સાંસદ અર્જુન સિંહ રવિવારે TMCમાં જોડાયા હતા. ટીએમસીમાં જોડાયા બાદ અર્જુન સિંહે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ અપડેટ કર્યું છે. ટીએમસીમાં જોડાતી વખતે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અર્જુન સિંહ સાથે હાજર હતા, જેમણે અર્જુન સિંહને પાર્ટીની સદસ્યતા આપી હતી. TMC દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું કે બંગાળ બીજેપીના પૂર્વ ઉપાધ્યક્ષ અને બેરકપુરના સાંસદ અર્જુન સિંહનું ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પરિવારમાં હાર્દિક સ્વાગત છે. TMCમાં જોડાયા બાદ અર્જુન સિંહ સોમવારે મમતા બેનર્જીને મળશે.

ટીએમસીમાં જોડાયા બાદ પત્રકારો સાથે વાત કરતા અર્જુન સિંહે કહ્યું કે હું ફરીથી ટીએમસીમાં જોડાયો છું. પાર્ટીમાં જોડાયા પછી તરત જ તેમણે કેન્દ્ર સરકાર પર પશ્ચિમ બંગાળની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. અર્જુન સિંહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ઘણી મિલો બંધ છે. હું લડી રહ્યો હતો અને ભાજપના મંત્રીને ઘણી વખત કહ્યું હતું. સીએમ મમતા બેનર્જીએ પણ સમસ્યાને લઈને પીએમ મોદીને પત્ર લખ્યો હતો.

અર્જુન સિંહે કહ્યું કે મમતા બેનર્જીએ લખેલો પત્ર જોયા પછી મેં પણ મમતાની માંગ પર લડાઈ શરૂ કરી. તેમણે કહ્યું કે હવે મમતા બેનર્જીએ આ લડાઈને આગળ વધારવી પડશે, નહીં તો બંગાળની હાર થશે. અર્જુન સિંહે કહ્યું કે હું ભાજપમાં રહીને ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યો હતો કારણ કે ઘણા લોકો બંગાળના વિકાસને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેથી હું ફરીથી મારા ઘરે આવ્યો છું.

બંગાળના ભાજપના નેતાઓ ફેસબુક પર રાજનીતિ કરે છેઃ અર્જુન સિંહ

અર્જુન સિંહે કહ્યું કે બંગાળમાં ઘરે બેસીને રાજનીતિ ન થઈ શકે. અમે ઘણા લોકોને ગુમાવ્યા છે. બંગાળમાં ભાજપની હારનું કારણ એ છે કે પાર્ટી અને તેમના નેતાઓ ફેસબુક પર રાજનીતિ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મમતા રાષ્ટ્રીય સ્તરે લડાઈનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે જેઓ ટીએમસીની ટિકિટ પર જીત્યા, તેઓ હવે ભાજપમાં છે, તેમણે પણ રાજીનામું આપવું જોઈએ.

અર્જુન સિંહ 2019 પહેલા ટીએમસીના મોટા નેતા હતા

2019ની લોકસભા ચૂંટણી પહેલા અર્જુન સિંહ બેરકપુરમાં તૃણમૂલ કોંગ્રેસના મોટા નેતા હતા, પરંતુ ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ભાજપે તેમને 2019માં બેરકપુરથી ટિકિટ પણ આપી હતી અને તેઓ બેરકપુરથી જીતીને સાંસદ બન્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles