જેવલીન થ્રોઅર નીરજ ચોપડા ફક્ત એથલીટ નહી પરંતુ સુંદર મોડેલ પણ છે અને એક્ટર પણ છે. જેના કારણે હવે તેમને મોટા પ્રમાણમાં એડવરટાઈઝમેન્ટ મળવા લાગી છે અને દેશના મોટા મોટા મેગેઝિન પણ તેમના ઈન્ટરવ્યુ લેવા લાગ્યા છે. છેલ્લા દિવસોમાં તેમણે એક કંપની માટે મોડેલીંક કર્યુ તે જાહેરાત ખુબ જ ચર્ચામાં રહી. જો કે હવે નીરજ પોપ્યુલર (VOGUE INDIA) મેગેઝિન માટે પોઝ આપ્યા હતા. જે ફોટોગ્રાફ હવે દેશના તમામ સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા છે. આપને જણાવી દઈએ કે નીરજ ચોપડાએ ટોક્યો ઓલેમ્પિક 2020 માં 87.58 મીટરનો જેવલીન થ્રો કરીને ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
View this post on Instagram
VOGUE INDIAએ નીરજ ચોપડાને મૈન ઓફ ધ યર નુ ટાઈટલ આપ્યુ. પોતાના INSTAGRAM એકાઉન્ટ પર નીરજની કેટલીક તસવીરો શેર કરી. ગોલ્ડન બોય નામચીન કપડાંના બ્રાંન્ડીંગ કરતાં નજરે પડ્યા. ફોટોગ્રાફમાં જોવાથી આપ જરા પણ સ્વિકારી ન શકો તે આ કોઈ એથલેટ છે. નીરજ જે પ્રકારે ફોટોગ્રાફને પોઝ આપી રહ્યા હતા તેનાથી એવુ જરા પણ નહોત લાગી રહ્યુ કે તેઓ પહેલીવાર આલ્બમ શુટ કરી રહ્યાં છે.
નીરજે વોગ ઈન્ડિયાને એવું પણ કહ્યુ કે તે જેવો પહેલાં હતો તેવો જ અત્યારે પણ છે અને આગળ પણ રહેશે. હા એ પણ સારી વાત છે કે લોકો તમને ઓળખે છે અને તમારી વખાણ પણ કરે છે અને તમને અલગ અલગ ફિલ્ડમાં કામ કરવાનો મોકો પણ આપે છે. પરંતુ આનીથી સૌથી વધારે એ છે કે લોકો હવે મારી ગેમ જેવલીન થ્રોને સારી રીતે જાણે છે.