વિજયાદશમી નિમિત્તે નાગપુરમાં RSS દ્વારા યોજાયેલા શશ્ત્રપુજા કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવતે સરકારને કેટલીક સલાહ આપતુ સંબોધન કર્યુ…મોહન ભાગવતે વિવિધ મુદ્દે પોતાના વિચારો સ્પષ્ટ કર્યા.જેમાં દેશમાં નાતિ, જાતિ, અને જ્ઞાતિઓમાં ભાગલાં પડવાની નીતિ.
હિંદુ સમાજમાં ભાગલા પાડવાની નીતિ, સરકારોમાં વિવિધ સ્તરે ચાલતા વિવાદો, OTT પ્લેટફોર્મ પર આવી રહેલા વિવિધ ફિલ્મસ અને કોરોના કાળમાં બાળકોમાંના હાથમાં મોબાઈલ આવી જવાથી જે સ્થિતિ સર્જાઈ છે તેના પર પણ ભાગવતે પોતાના વિચારો રજુ કર્યા.આર્યન ખાનના કિસ્સાને આડકતરી રીતે ભાગવતે જણાવ્યુ કે અત્યારે દેશમાં તમામ સ્તરે કેફી દ્રવ્યો પહોંચી રહ્યા છે…બાળકોમાં પણ આ પ્રકારના દ્વવ્યો જઈ રહ્યા છે…સૌને ખબર છે કે આ તમામ પ્રકારના કાવતરા માટે પૈસા ક્યાંથી આવે છે.સીમાપારથી આ પૈસા આવે છે.
ઉલ્લેખનીય છે કે આર્યન ખાન ડ્રગ્સ કેસ અત્યારે દેશભરમાં ભારે ચર્ચામાં છે.ભાગવતે દેશમાં કેફીદ્વવ્યો મેળવા પર પોતાના વિચારો સ્પષ્ટ કરતાં કહ્યુ કે નશીલા પદાર્થો પર સંપૂર્ણ પણે સરકારનું નિયંત્રણ હોવુ જોઈએ.અને ડ્રગ જેવા પદાર્થ પર તો સંપૂર્ણ પણે રોક લાગવી જોઈએ.સરકાર તેના પર કામ કરી રહી છે.પરંતુ લોકોએ પોતાના મન પર બ્રેક લગાવવી પડશે.લોકોએ પોતાના મનથી મક્કમ થવુ પડશે તો દેશમાં કેફી દ્વવ્ય પર રોક લાગી શકશે.