નવી દિલ્હીઃ જો તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે અને જો લગાવવામાં રસ ધરાવતા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. વાસ્તવમાં ભારત સરકાર જલદી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવવા જઇ રહી છે. સરકાર શિયાળુ સત્રમાં ક્રિપ્ટો કરન્સી બિલ રજૂ કરશે. શું મોદી સરકાર ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લાગશે અથવા પ્રતિબંધો સાથે તેમાં ટ્રેડિંગની મંજૂરી મળશે. આ બધુ બિલ આવ્યા બાદ ખ્યાલ આવશે.
ઝરોધાના સહ સંસ્થાપક નિખિલ કામતે ટ્વિટર પર એક ટ્વિટ કરી કહ્યું કે જો સરકાર ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરશે તો ક્રિપ્ટો કરન્સીનું શું થશે. એવું માનવામાં આવી રહ્યું છે આ બિલ બિટ કોઇન સહિત અન્ય ક્રિપ્ટોમાં રોકાણ કરનારા માટે નવી મુશ્કેલીઓ ઉભી કરશે. તેમણે કહ્યું કે જો સરકાર ક્રિપ્ટો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરશે તો બેન્ક અને તમારા ક્રિપ્ટો એક્સચેન્જો વચ્ચે લેવડદેવડ બંધ થઇ જશે. તમે કોઇ ક્રિપ્ટો ખરીદવા માટે સ્થાનિક કરન્સીને પરિવર્તિત નહી કરી શકો. આ સાથે તમે તેનો લાભ પણ નહી લઇ શકો.
હાલમાં આખી દુનિયામાં સાત હજારથી વધુ અલગ અલગ ક્રિપ્ટો કરન્સી ચલણમાં છે. આ એક પ્રકારની ડિઝિટલ સિક્કા છે જ્યારે વર્ષ 2013 સુધી દુનિયામાં ફક્ત એક જ ક્રિપ્ટો કરન્સી બિટકોઇન હતી. જેને વર્ષ 2009માં લોન્ચ કરવામાં આવી હતી. બિટકોઇન આજે આખી દુનિયામાં લોકપ્રિય ડિઝિટલ કરન્સી છે.