SPG Commando Training: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને SPG હેઠળ સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. SPGનું આખું નામ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (Special Protection Group) છે. SPG કમાન્ડોની ટીમમાં ભરતી થવા માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમને સૌથી કડક તાલીમ માનવામાં આવે છે. હાલના દિવસોમાં SPG કમાન્ડોની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબના પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં થયેલ ભૂલને કારણે તમામ વ્યક્તિ SPG અંગે ચર્ચા કરી રહ્યા છે. અહીંયા SPGમાં સામેલ થવાની ભરતી પ્રક્રિયા અને તેમના પગાર વિશે જાણકારી આપવામાં આવી છે.
દેશના અન્ય સૈન્યબળની જેમ SPG માં સીધી ભરતી કરવામાં આવતી નથી. ભારતીય પોલીસ સેવા, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ , સીમા સુરક્ષા દળમાંથી વરિષ્ઠ અને કર્મનિષ્ઠ અધિકારીઓની એસપીજીમાં ભરતી કરવામાં આવે છે. દર વર્ષે SPGના યુવાનની ગ્રુપમાં બદલી કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ 1 વર્ષથી વધુ સમય સુધી SPG માં કાર્ય કરી શકતી નથી. SPGના કર્મચારીઓના કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેમને તેમના મૂળ એકમમાં પરત મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ ગૃહ મંત્રાલય આ સંગઠનને ફરી ભરતી માટેની યાદી મોકલે છે.
SPG માં સામેલ થવા માટે ઉમેદવારોએ SSB ની જેમ અનેક પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ફિઝિકલ ટેસ્ટ, એક લેખિત પરીક્ષા અને એક મનોવૈજ્ઞાનિક પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારને ખાસ તાલીમ આપવામાં આવે છે. SPGના કમાન્ડોને અંદાજે માસિક રૂ. 84,000થી લઈને રૂ. 2.5 લાખ સુધીનું વેતન, અન્ય સુવિધાઓ તથા અન્ય માસિક ભથ્થા પણ આપવામાં આવે છે.