WhatsApp વપરાશકર્તાઓના અનુભવને વધારવા માટે નવા અપડેટ્સ લાવતું રહે છે. હવે WhatsApp સાથે વધુ એક નવું અપડેટ આવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, Metaની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ડીલીટ મેસેજ ફોર એવરીવન ફીચર માટે અપડેટ રિલીઝ કરવાની છે.
આની મદદથી યૂઝર્સ લાંબા સમય બાદ પણ મોકલેલા મેસેજને ડિલીટ કરી શકશે. વોટ્સએપનું આ ફીચર હાલમાં કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. WABetaInfo એ આ અંગે જાણકારી આપી હતી. નોંધનીય છે કે WABetaInfo WhatsAppના આગામી ફીચર પર નજર રાખે છે.
આ સાથે યુઝર્સને WhatsAppમાં થઈ રહેલા નવીનતમ ફેરફારો વિશે સંપૂર્ણ માહિતી મળે છે. વોટ્સએપનું આ નવું અપડેટ ઘણા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કંપનીનું ડીલીટ ફોર એવરીવન ફીચર 1 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડની મર્યાદા સાથે આવે છે.
હવે જે અપડેટ આવી રહ્યું છે તેની સાથે તેની સમય મર્યાદા વધારવામાં આવશે. રિપોર્ટ અનુસાર તેની સમય મર્યાદા વધારીને 2 દિવસ અને 12 કલાક કરવામાં આવશે. WABetaInfo દ્વારા આ અંગે એક સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે.
આ ફીચર હાલમાં માત્ર પસંદગીના બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે. પરંતુ, જો બધુ બરાબર રહ્યું તો કંપની ટૂંક સમયમાં તેને તમામ યુઝર્સ માટે રિલીઝ કરશે. જો કે કંપની દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ સિવાય WhatsApp અન્ય ઘણા ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે. જેના કારણે યુઝર્સ વધુ સારો મેસેજિંગ અનુભવ મેળવી શકશે. તેમાં પસંદગીના લોકો માટે ઓનલાઈન સ્ટેટસ બતાવવાની સુવિધા પણ સામેલ છે.