હાલમાં વોટ્સએપનો યુઝ મોટાભાગના લોકો કરતા હોય છે, ત્યારે વોટ્સએપ પણ પોતાના યુઝર્સ માટે અવારનવાર નવા ફીચર્સ અને એપડેટ લાવતું હોય છે. ત્યારે હાલમાં જ વોટ્સએપ એક નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે.
જો વાત કરવામાં આવે તો વોટ્સએપ તેના યુઝર્સ માટે સમયાંતરે એક કરતા વધુ ફીચર્સ ઓફર કરે છે અને હવે ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ એક નવા ફીચર પર કામ કરી રહી છે. વોટ્સએપ હાલમાં એક નવી સુવિધાનું બીટા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જે એન્ડ્રોઇડ યુઝર્સને બેકગ્રાઉન્ડમાં વૉઇસ મેસેજ સાંભળવાની સુવિધા મળશે. એનો અર્થ છે કે જો તમને કોઇ વોઇસ મેસેજ આવે છે અને તમે સાંભળી રહ્યા છો અને તે દરમિયાન કોઇ અન્ય વિન્ડો કે ચેપ પર જાઓ છો તો પણ બેકગ્રાઉન્ડમાં વોઇસ મેસેજ ચાલુ રહેશે.
એક અહેવાલ અનુસાર, જો તમે વૉઇસ નોટ સાંભળી રહ્યા છો અને બેકઅપ લો અથવા બીજી ચેટ પર સ્વિચ કરો તો પણ વૉઇસ મેસેજ બંધ થશે નહીં. રિપોર્ટ અનુસાર, જ્યારે આ ફીચર આવશે, ત્યારે યુઝર્સ માટે વસ્તુઓ ઘણી સરળ બની જશે અને તેઓ મલ્ટીટાસ્કિંગ કરી શકશે. હાલ જ્યારે યુઝર્સ વોટ્સએપ પર વૉઇસ નોટ સાંભળે છે અને કોઈ કારણસર ચેટમાંથી બેક કરી દે છે, ત્યારે વૉઇસ મેસેજ પણ બંધ થઈ જશે. આ સિવાય વોટ્સએપે વોઈસ નોટ્સ માટે પ્લેટફોર્મ પર એક નવું ફીચર રોલઆઉટ કર્યું છે. જે પ્લેબેક સ્પીડને કંટ્રોલ કરી શકે છે અને નોટનું પ્રીવ્યુ પણ જોઈ શકશે.