WABetaInfo અનુસાર વોટ્સએપ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે. જેને રિએક્શન નોટિફિકેશન નામ આપવામાં આવ્યું છે. આ ફિચરથી યુઝર્સ મેનેજ કરી શકશે કે રિએક્શન નોટિફિકેશન કેવી રીતે કામ કરશે. બ્લોગસાઇટ અનુસાર વોટ્સએપ એક નવા સેટિંગ પર પણ કામ કરી રહ્યું છે જેનાથી રિએક્શન નોટિફિકેશને ડિસેબલ અથવા તેના ટોનને ચેન્જ કરી શકાય છે. તેને લઇને એક સ્ક્રીન શોર્ટ પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે આ ફિચર જાહેર થયા બાદ વોટ્સએપનો ઇન્ટરફેસ કેવો દેખાશે.
સ્ક્રીનશોર્ટમાં દેખાય છે કે આવનારા રિએક્શન નોટિફિકેશન મેસેજિંગ એપના નોટિફિકેશન સેટિંગ સેક્શનમાં મળશે. આ ગ્રુપ નોટિફિકેશન અને મેસેજ નોટિફિકેશન સાથે રહેશે. ગ્રુપ નોટિફિકેશન અને મેસેજ નોટિફિકેશનની જેમ જ રિએક્શન નોટિફિકેશન સેટિંગમા કંન્ટ્રોલના બે સેટ્સ હશે.
પ્રથમ ટોગલ બટન હશે જેનાથી યુઝર્સ મેસેજ રિએક્શન નોટિફિકેશનને અનેબલ અને ડિસેબલ કરી શકશે. બીજા સેટિંગથી યુઝર્સ આ મેસેજ રિએક્શન માટે ટોન સિલેક્ટ કરી શકશે. આ ફિચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. જેને જલદી બીટા યુઝર્સ માટે જાહેર કરવામાં આવી શકશે છે.