બોલીવૂ઼ડની (Bollywood) ખૂબ જ લવ્ડ કપલ વિક્કી કૌશલ (Vicky Kaushal)અને કેટરીના કૈફ (Katrina Kaif) લગ્નના તાંતણે આખરે જોડાઈ ગયા. Rajsthan ના સવાઈ Senses Fortમાં તેમના લગ્નો કાર્યક્રમ યોજાયો. પણ શુ આપ જાણો છો વિક્કી અને કેટરીનાના લગ્ન જ્યા થયા તે ફોર્ટ કોઈ સમયે ખંડેર હતો. જેને 5 સ્ટાર હોટેલનો લૂક આપવા માટે 10 વર્ષનો સમય લાગ્યો હતો.
કેટરીના કૈફ બની Mrs.Kaushal જોઈ લો પહેલી ઝલક
સિક્સ સેંસેજ ફોર્ટ બોલિવૂડના નવા કપલ કેટરીના અને વિક્કી કૌશલની લગ્ની સાબિતી થઈ ગયો. દેશમાં ચર્ચિત કિલ્લો ક્યારેક ખંડેર હાલતમાં પડ્યો રહ્યો હતો.
કિલ્લાનું અસલી નામ “ચૌથ નો બરવાડા” હતુ. કિલ્લો સવાઈ માધોપુરથી આશરે 25 કિમી દુર સ્થિત છે. કિલ્લાના માલિક પૃથ્વીરાજસિંહ છે. જો કે બરવાડા પરિવારના રાજા માનસિંહના પરિવારથી આવે છે .
પૃથ્વીરાજે કિલ્લાને ભાડે આપી એકભાગમાં ભવ્ય હોટલ બનાવડાવી છે. ઓક્ટોબરમાં હોટલની શરૂઆત થઈ છે. એલિમેંટલ સ્ટુડિયો તરફથી હોટેલને ડિઝાઈન કરવામાં આવી છે.
700 વર્ષ જુના કિલ્લાને આલીશાન બનાવવા માટે આશરે 10 વર્ષનો સમય લાગ્યો. જેમાં 150 કરોડનો સમય લાગ્યો હતો. કિલ્લાને 14 શતાબ્દીમાં ચૌહણ રાજાઓએ બનાવડાવ્યો હતો.
કિલ્લો રણથંભોર રાજવંશ અને બૂંદી રાજવંશનો પણ ભાગ રહી ચુક્યો છે. બાદમાં કિલ્લો રાજાવત રાજવંશના રાજા માનસિંહ પાસે જતો રહ્યો હતો.
કિલ્લા પાસે બનાવાવમાં આવેલી હોટલમાં ઘણાં સ્યુટ રૂમ છે. સૌથી મોંઘા સ્યુટ રૂમનું એકદિવસનું ભાડુ 7 લાખ રૂપિયા છે. અહીંયા 100થી વધુ રૂમ છે.