spot_img

જુઓ કયા નેતાએ અખલાની અડફેટે મોત થવા પર સહાય આપવાની જાહેરાત કરી?

ગુજરાત (Gujarat) સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ રખડતા ઢોરની (Stray Cattle) સમસ્યા (Problem) જેસે થે જેવી છે. ખાસ કરીને રાજ્યના મોટા શહેરોમાં (Big Cites)  રખડતા ઢોરની સમસ્યાઓ વધુ પ્રમાણમાં હોય છે. અવાર નવાર આપણે ન્યુઝ ચેનલોમાં ઢોરના અડફેતે આવતા લોકોના સીસીટીવી કે ઘટનાઓના લાઈવ વીડિયો જોઈએ છીએ. તંત્ર અને નેતાઓ ક્યારે પણ ઢોરોના કારણે નિધન પામતા વ્યક્તિઓને સહાય કે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખર્ચ આપવાનું કહેતા નથી.

ગુજરાત માટે 24 કલાક ભારે પહેલાં વરસાદ અને પછી વધશે ઠંડી 

જો કે પહેલીવાક એક નેતાએ પોતાના સ્વાર્થ માટે લોકો માટે જાહેરાત કરી છે કે ચુંટણીમાં તેમની સરકાર બનશે તો રખડતા ઢોરની અડફેટે આવેલો વ્યક્તિ નિધન પામશે તો તેમની સરકાર નિધન પામેલા વ્યક્તિના પરિવારને પાંચ લાખની સહાય આપશે. ઉત્તર પ્રદેશ ના સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આજે ચૂંટણી રેલીમાં મહત્વની જાહેરાત કરી કાઢી જેમાં કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો રખડતા ઢોરની અડફેટે આવેલા વ્યક્તિ નું સારવાર દરમિયાન નિધન થાય તો તેના પરિવારને રૂપિયા 5 લાખ સુધીની સહાય કરવાની બાહેધરી પ્રજાને આપી છે.
31 ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસ સતર્ક કડકાઈથી થશે કરફ્યુનું પાલન

આ જાહેરાત ઉપરાંત તેમણે વધુ એક જાહેરાત કરી છે કે કોઈપણ વાહનની અડફેટે કોઈપણ સાયકલ સવારનું નિધન થશે. તેના પરિવારને પણ રૂપિયા પાંચ લાખની સહાય મળશે. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીનું ચૂંટણી ચિન્હ સાયકલ છે.

અખિલેશ યાદવે આ જાહેરાત ઉન્નવ માં પોતાના વિજયરથ પરથી કરી હતી અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે તેમની સરકારે સાઈકલ ચાલકો માટે સ્પેશિયલ સાયકલ ટ્રેક પણ બનાવ્યા હતા. પરંતુ ભાજપ સરકારે સાયકલ ટ્રેક ને પણ ન રહેવા દીધા.

આગામી થોડા જ મહિનાઓમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાનું ઈલેક્શન થવાનું છે. જેને લઈને અલગ અલગ પાર્ટીના અલગ અલગ નેતાઓ પ્રજાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે વિવિધ પ્રલોભનો આપે છે. જો કે હવે જોવાનું બાકી એ રહી જાય છે. કે ખરેખર અખિલેશ પોતાના વચનો પાળે છે કે કેમ કે પછી અખિલેશને પોતાના વચન પાળવા માટે મોકો પણ મળે છે કે કેમ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles