બોલીવૂડના(Bollywood) એક્ટર કે એક્ટ્રેસ બને ત્યાં સુધી રાજકારણથી(politics) અળગા જ રહે છે. પરંતુ ઘણાં એવી સેલિબ્રીટી હોય છે. જે પોતાનું નસીબ બોલીવૂડ બાદ રાજકારણમાં પણ અજમાવે છે. આજે અમે તમને અર્ચના ગૌતન(Archna Gautam) નામની જ એક અભિનેત્રી વિશે જણાવીશું જે આગામી સમયમાં રાજકારણ રમતી જોવા મળશે.
શામાં કરી ચુકી છે કામ ?
કોમેડિ ફિલ્મ ગ્રેડ ગ્રાન્ડ મસ્તીની અભિનેત્રી અર્ચના ગૌતમને કોંગ્રેસે પક્ષે ટીકિટ આપી છે. અર્ચના ગૌતમ વર્ષ 2014માં મિસ ઉત્તર પ્રદેશ બની હતી. બાદમાં અર્ચના મિસ બિકીની ઈન્ડિયા, મિસ બિકીની યુનિવર્સ ઈન્ડિયા અને મિસ બિકીની યુનિવર્સ વિજેતા બની. અર્ચનાએ વર્ષ 2018માં મિસ કોસ્મોસ વર્લ્ડમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અર્ચના મોડલ અને સૌંદર્ય સ્પર્ધાની વિજેતા રહી છે.
અર્ચનાનો અભ્યાસ ?
અર્ચના ગૌતમે IIMT, મેરઠમાંથી BJMC સાથે સ્નાતક થયા. 2015માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અર્ચનાએ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે, અને બિકીની ગર્લ તરીકે જાણીતી બની હતી.
અર્ચનાનું કરિયર ?
સૌંદર્ય સ્પર્ધા જીત્યા પછી, અર્ચના ગૌતમે મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો. મોડેલિંગની દુનિયામાં પણ તેણે પોતાનો એક્કો જમાવ્યો હતો. અર્ચના ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી છે. અર્ચનાએ વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાની સાથે ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં અર્ચનાને શ્રદ્ધા કપૂરની ‘હસીના પારકર’ અને ‘બારાત કંપની’માં પણ કામ કરતી દેખાઈ છે. અર્ચના ગૌતમે વર્ષ 2019માં આવેલી ફિલ્મ ‘જંકશન વારાણસી’માં આઈટમ ડાન્સ કર્યો હતો. અર્ચનાએ ટી-સીરીઝના મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે,
વર્ષ 2018 માં, અર્ચના ગૌતમને મનોરંજનની દુનિયામાં તેમના યોગદાન બદલ GRT એવોર્ડ્સ દ્વારા વુમન અચીવર એવોર્ડ આપવામાં આવ્યો હતો. એ જોવાનું રસપ્રદ રહેશે કે અર્ચના રાજકારણમાં પણ પોતાનો દબદબો જાળવી શકશે કે નહીં?