ઇન્ડિયન પ્રીમિયર લીગ-2021નો ખિતાબ ચેન્નાઇ સુપરકિંગ્સે પોતાના નામે કરી લીધો છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઇનો આ ચોથો ખિતાબ છે. કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને ચેન્નાઇ આ વખતે ચેમ્પિયન બની હતી.
મેચ પૂર્ણ થયા બાદ મહેન્દ્રસિંહ ધોની અને ટીમના અન્ય ખેલાડી મેદાન પર જ રહ્યા હતા, આ વચ્ચે એમએસ ધોની કોઇની સાથે ફોન પર વાત કરતો જોવા મળ્યો હતો. જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો.
કોલકાતા વિરૂદ્ધ જ્યારે ફાઇનલ મેચ પૂર્ણ થઇ ત્યારે એમએસ ધોની મેદાન પર તમામ ખેલાડીઓ અને પોતાના પરિવાર સાથે હાજર હતો. આ વચ્ચે ચેન્નાઇ સુપરકિંગ્સના સ્ટાફના એક વ્યક્તિએ એમએસ ધોનીને આવીને ફોન આપ્યો હતો, ત્યારે ધોની તુરંત ફોન પર વાત કરવા લાગ્યો હતો.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો અટકળો લગાવવા લાગ્યા હતા, કોઇએ કહ્યુ કે એમએસ ધોનીને ચેન્નાઇ સુપરકિંગ્સના માલિક એન.શ્રીનિવાસનનો ફોન આવ્યો તો કોઇ મજાક કરવા લાગ્યુ કે માહીને સીધા પીએમ મોદીનો ફોન આવ્યો છે.