spot_img

આ દેશમાં મહિલાઓએ સેક્સ કરવાની કેમ ના પાડી

અમેરિકન મહિલાઓ પુરુષો સાથે સેક્સ ન કરવાની ધમકી આપી રહી છે. તેઓએ ‘સેક્સ સ્ટ્રાઈક’ કરવાની ચેતવણી આપી છે. વાસ્તવમાં અમેરિકામાં ગર્ભપાત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. કોર્ટના નિર્ણયથી 26 રાજ્યોએ ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપતાં મહિલાઓના ગર્ભપાતનો અધિકાર સમાપ્ત થઇ ગયો છે.

જ્યાં સુધી ગર્ભપાતનો અધિકાર ફેડરલ કાયદો ન બને ત્યાં સુધી મહિલાઓ પુરુષો સાથે સેક્સ નહી કરે તેવી માંગ કરી રહી છે. સોશિયલ મીડિયા પર દેશભરમાં સેક્સ સ્ટ્રાઈકની માંગ જોર પકડી રહી છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, “અમેરિકાની મહિલાઓ, આ પ્રતિજ્ઞા લો, કારણ કે અમે અનિચ્છનીય ગર્ભાવસ્થા પરવડી શકતા નથી. એટલા માટે અમે કોઈ પણ પુરુષ સાથે, અમારા પતિઓ સાથે પણ સેક્સ નહીં કરીએ. સિવાય કે અમે ગર્ભવતી થવા માંગીએ.

અન્ય એક યુઝરે કહ્યું, “હું ન્યૂયોર્કમાં રહું છું અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધમાં છું. હું એવા લોકોને શોધી રહ્યો છું જેઓ સેક્સ હડતાલનું સમર્થન કરી રહ્યાં છે. એ જ અમારી તાકાત છે. જ્યાં સુધી ગર્ભપાતનો અધિકાર ફેડરલ કાયદો ન બને ત્યાં સુધી સેક્સ ન કરો.” #SexStrike ની સાથે, #abstinence પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. અન્ય એક મહિલાએ દેશવ્યાપી સેક્સ હડતાલની માંગ કરતા કહ્યું કે, “જ્યાં સુધી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર ન મળે ત્યાં સુધી તેમણે પુરૂષો સાથે સેક્સ ન કરવું જોઈએ.”

 SCના નિર્ણય સામે મહિલાઓ રસ્તા પર ઉતરી

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. એરિઝોના કેપિટલની બહાર દેખાવકારોને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો. પ્રદર્શનના કારણે સાંસદોને થોડો સમય બિલ્ડિંગની અંદરના ભોંયરામાં રહેવું પડ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles