spot_img

ક્યાક તમે પણ નથી કરતા નકલી પાન કાર્ડનો ઉપયોગ? આ રીતે ઓળખો

ભારત સહિત આખી દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષમાં ડિઝિટલાઇજેશન ઝડપથી વધ્યુ છે. એવામાં દેશમાં આવા નકલી કૌભાંડ પણ ઝડપથી વધ્યુ છે. નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવાના કેટલાક કેસ સામે આવતા રહે છે. આ આપણે બધા જાણીયે છીએ કે આજકાલના સમયમાં સૌથી જરૂરી ડૉક્યૂમેન્ટ્સમાંથી એક પાન કાર્ડ છે. જેનો ઉપયોગ તમે લગભગ જરૂરી દરેક કામને આસાનીથી કરી શકો છો. જેની જરૂરત દરેક જગ્યાએ જેમ કે બેન્ક, હૉસ્પિટલ, સ્કૂલ અને કોલેજમાં જરૂર પડે છે.

આજકાલ નકલી પાન કાર્ડના કેસને કારણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કેટલાક પગલા ભરવાના શરૂ કર્યા છે જેનાથી નકલી પાન કાર્ડના માલ પર લગામ લગાવી શકાય. ડિપાર્ટમેન્ટે પાન કાર્ડ સાથે ક્યૂઆર કોડ જોડવાનું શરૂ કરી દીધુ છે. જેનાથી ક્યૂઆર કોડથી અસલી અને નકલી પાન કાર્ડની ઓળખ કરી શકાય. તમે સ્માર્ટફોનમાં ક્યૂઆર કોડને Scan કરી તમે પાન કાર્ડ અસલી છે કે નકલી તે વાતને શોધી શકો છે, જેની માટે તમારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની એક એપની મદદ લેવી પડશે.

આ પ્રોસેસને ફૉલો કરી અસલી-નકલી પાન કાર્ડને શોધો

– અસલી અને નકલી પાન કાર્ડને શોધવા માટે સૌથી પહેલા તમારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની E-Filling પોર્ટલ પર જવુ પડશે.
– તેની માટે તમારે સૌથી પહેલા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ
www.incometax.gov.in/iec/foportal પર જાઓ.
– તે પછી તમે Verify your PAN પર ક્લિક કરો.
– તે બાદ તમારી સામે એક નવુ પેજ ખુલશે.
– અહી તમને પાનની પુરી જાણકારી માંગવામાં આવશે જેને તમે ફીલ કરો
– અહી તમે પાન કાર્ડ નંબર, નામ, DOB (Date of Birth) અને મોબાઇલ નંબર દાખલ કરો.
– તે બાદ તમારી પાસે મેસેજ આવશે કે તમારો ડેટા મેળ ખાય છે કે નથી ખાતો.
– તે બાદ તમારા પાન કાર્ડ અસલી છે કે નકલી, આ ખબર આસાનીથી પડી જશે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles