આજે અમે તમને એવા દેશની વાત કરીશું. જ્યાં અત્યારના સમયમાં આખો દેશ ઉદાસ થઈને ફરી રહ્યો છે. જાહેર સ્થળો પર કોઈ હસતું નજર નથી આવી રહ્યું. એવો દેશના લોકોની આવી સ્થિતિની વાત જાણી આપણો ભારતની આઝાદી ખુબ જ સારી લાગશે. વાત છે ભારતથી આશરે 5 હજાર કિમી દુર આવેલો ઉત્તર કોરિયા દેશ. જેના તાનાશાહ કિમ જોંગ ઉને 11 દિવસ માટે દેશની પ્રજાને હસવા અને ઉજવણી કરવા અને દારૂ પીવા પર પણ પાબંધી લગાવી દીધી છે.
કોરિયામાં આવી પાબંધી શા માટે
પ્રતિબંધ એટલા માટે લગાવામાં આવ્યો છે. કારણ કે વર્ષ 2011 ની સાલમાં ઉત્તર કોરિયાના પૂર્વ સુપ્રીમ લીડર અને કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઈલનું નિધન થઈ ગયું હતુ. એટલે કે આ સમય ગાળામાં 10 દિવસ પુણ્યતિથિ પર શોકનો માહોલ રહે. બસ આજ કારણે લોકોના હસવા પર પાબંધી લગાવી દીધી છે. કિમના પિતા કિમ ઉલ કોઈ મોટા મહિસા નહોતા. તેને તો કિમ જોંગ ઉન કરતાં પણ ખતરનાક અને કટ્ટર માનવામાં આવતા હતાં. વર્ષ 1994થી 2011 સુધી મતલબ કે 17 વર્ષો સુધી ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર રહ્યા. આ સમયગાળામાં હજારો લોકોની હત્યા કરાવી દીધી. હજારો લોકોને જેલમાં પૂરી દીધા. તેમના પર અત્યાચાર પણ કર્યા. ઉ.કોરિયાના લોકોના અધિકારો અને આઝાદી પણ છિનવી લીધી હતી. જ્યારે કિમ જોંગ ઈનનું નિધન થયુ ત્યારે એવી જાહેરાત કરાઈ હતી કે જે વ્યક્તિ અંતિમ યાત્રામાં શામેલ નહી થાય. તેને ભયંકર યાતનાઓ આપવામાં આવશે. તેમના બાળકોની પણ હત્યા કરી દેવાશે.
નિયમ તોડવા પર મળી શકે છે મોત
ઉત્તર કોરિયાની તમામ પોલીસને સુનિશ્ચિત કરવા માટે આદેશ આપી દેવાયા છે. કે 11 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર વચ્ચે જાહેર સ્થળો પર લોકો હસ્તા ન દેખાવા જોઈએ. ઉપરાંત રહેઠાણના સ્થળો પર પણ પુલીસ પોતાની રહેશે અને ચાંપતી નજર રાખશે. રાષ્ટ્રીય શોકના દિવસોમાં કોઈ વ્યક્તિ હસતો દેખાશે તો તેને વૈચારિક રીતે અપરાધી માનીને ધરપકડ કરી લેવાશે. કોઈપણ પ્રકારનો કેસ નહી નોંધાય અને કડકમા કડક સજા સંભળાવી દેવાશે. કડકમાં કડક સજા મોત સુધીની પણ હોઈ શકે છે.
દિવસોમાં કોઈ પણ પ્રકારની ઉજવણી પણ નહી કરી શકાય. જો કોઈ બાળકો જન્મદિવસ હોય. તો પણ તેના પરિવારજનો ઉદાસ જ રહેશે. એકબીજાને શુભકામનાઓ પણ નહી પાઠવી શકે. મોટા વ્યક્તિ જન્મદિવસ પણ ઉજવી નહી શકે. ઘરની બહાર લોકોને જવાની પરવાનગી પરંતુ તેઓ ફકત ઉદાસ જ રહેવા જરૂરી.
અંતિમ સંસ્કાર પર પણ મનાઈ
પરિવારમાં કોઈ સભ્યનું નિધન થઈ જાય છે. તો અન્ય સભ્યોએ 11 દિવસ સુધી જોરથી રોઈ પણ નહી શકે. જો રોવાનો અવાજ ઘરની બહાર સુધી આવ્યો. તો તે લોકોની ધરપકડ કરી લેવાશે.