spot_img

રુતૂરાજ ગાયકવાડ ઓપનિંગમાં કેમ ના આવ્યો, કેપ્ટન હાર્દિક પંડ્યાએ જણાવ્યુ કારણ

ભારત આયરલેન્ડ સામે પ્રથમ ટી-20 મેચમાં જીતવામાં સફળ રહ્યુ છે. 12 ઓવરમાં 109 રનના પડકારનો પીછો કરવા માટે રુતૂરાજ ગાયકવાડ ઓપનિંગ કરવા ના આવતા ફેન્સ નિરાશ થયા હતા. જોકે, ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેની પાછળનું કારણ જણાવ્યુ છે. ભારત તરફથી દીપક હુડ્ડા અને ઇશાન કિશન ઓપનિંગમાં આવ્યા હતા.

રૂતૂરાજ ગાયકવાડ ઇજાને કારણે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો નહતો. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્પષ્ટ કર્યુ કે કોઇ પણ ખેલાડીની ફિટનેસનું જોખમ લેવા માંગતો નથી. મેચ બાદ પંડ્યાએ કહ્યુ, અમારી પાસે જોખમ લેવાનો વિકલ્પ હતો. અમે રૂતૂરાજને ઓપનિંગ માટે મોકલી શક્યા હોત પરંતુ હું તેની સાથે સંમત નહતો. ખેલાડી માટે સારૂ હોવુ જરૂરી છે. મને લાગે છે કે અમે મેચ સંભાળી શક્યા હોત.

સંજૂ સેમસનને મળી શકે છે તક

મહત્વપૂર્ણ છે કે ફેન્સ તે સમયે ચોકી ગયા હતા જ્યારે ઇશાન કિશન સાથે દીપક હુડ્ડા ઓપનિંગ કરવા મેદાન પર ઉતર્યો હતો. હુડ્ડાએ જોકે, નિરાશ કર્યા નહતા અને 29 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. હુડ્ડાની ઇનિંગની મદદથી ભારતે 109 રનનો પડકાર 9.2 ઓવરમાં જ મેળવી લીધો હતો.

રૂતૂરાજ ગાયકવાડ 28 જૂને રમાનાર બીજી મેચમાં રમશે કે નહી તેની પર સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ નથી. બીજી મેચમાં રૂતૂરાજ ગાયકવાડ જો ફિટ નથી તો સંજૂ સેમસનને તક મળી શકે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles