spot_img

સચિન તેંડુલકરે પૈસા ના મળતા આ ટૂર્નામેન્ટમાં રમવાનો ઇનકાર કર્યો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની બીજી સીઝનમાં નહી રમે. સચિન તેંડુલકર આ સીઝનમાં આ ટૂર્નામેન્ટમાં કેમ નહી રમે તેનું સૌથી મોટુ કારણ સામે આવ્યુ છે.

આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા કેટલાક ક્રિકેટર્સે એવી ફરિયાદ કરી છે કે તેમણે પ્રથમ સીઝનની બાકી રકમ આપવામાં આવી નથી, આ કારણે સચિન તેંડુલકરે પણ આ વર્ષે આ ટૂર્નામેન્ટમાં રમવાનો ઇનકાર કરી દીધો છે. મહત્વપૂર્ણ છે કે સચિન તેંડુલકર આ ટૂર્નામેન્ટની પ્રથમ સીઝનમાં ઇન્ડિયા લીજેંડ્સનો કેપ્ટન હતો અને તેની કેપ્ટન્સીમાં ટીમે ખિતાબ પણ જીત્યો હતો.

એક સુત્રએ જણાવ્યુ કે, સચિન તેંડુલકર રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝનો ભાગ નહી હોય. ટૂર્નામેન્ટ સંયુક્ત અરબ અમીરાત (UAE)માં 1થી 19 માર્ચ સુધી રમાશે. સચિન કોઇ પણ રીતે આ ટૂર્નામેન્ટમાં નહી રમે. સુત્રને પૂછવામાં આવ્યુ કે શું સચિનને પણ આયોજકોએ ચુકવણી નથી કરી તો જવાબ આપતા સુત્રએ કહ્યુ કે સચિન તે કેટલાક ક્રિકેટરમાં સામેલ છે જેમણે આયોજકો દ્વારા ચુકવણી કરવામાં આવી નથી. જો કોઇ જાણકારી લેવી છે તો રવિ ગાયકવાડનો સંપર્ક કરવો જોઇએ જે તેના મુખ્ય આયોજક હતા.

મહત્વપૂર્ણ છે કે રોડ સેફ્ટી પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઇરાદે આ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી, જેમાં સંન્યાસ લઇ ચુકેલા ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ ભાગ લે છે. પ્રથમ સીઝનનો ખિતાબ જીતી ચુકેલી ઇન્ડિયા લીજેંડ્સ માટે કેપ્ટન્સી કરી ચુકેલા સચિન તેંડુલકરને પ્રથમ સીઝન માટે પુરી ચુકવણી કરવામાં આવી નથી. સચિન સિવાય ખાલિદ મહેમુદ, ખાલિદ મશૂદ, મેહરાબ હુસૈન, રાજિન સાલેહ, હન્નાન સરકાર અને નફીસ ઇકબાલ જેવા ખેલાડીઓને પણ પૈસા આપવામાં આવ્યા નથી.

સચિન ટૂર્નામેન્ટની પ્રથમ સીઝનનો બ્રાંડ એમ્બેસેડર પણ હતો તો બીજી તરફ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર આ ટૂર્નામેન્ટના કમિશનર હતા. વર્ષ 2020માં યોજાયેલી આ ટૂર્નામેન્ટ માટે દરેક ખેલાડીને કરાર કર્યા બાદ 10 ટકા રકમ આપવામાં આવી હતી જે બાદ 25 ફેબ્રુઆરી 2021 સુધી 40 ટકા રકમ આપવાની હતી અને બાકી રકમ 50 ટકા રકમની ચુકવણી 31 માર્ચ 2021 સુધી કરવામાં આવી હતી પરંતુ આવુ થયુ નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles