spot_img

ક્યારે તમને એવો પ્રશ્ન થાય છે કે આપણને દિવસના સ્થાને રાત્રે કેમ ઊંઘ આવે છે ?

ક્યારે તમને એવો પ્રશ્ન થાય છે કે આપણને દિવસના સ્થાને રાત્રે કેમ ઊંઘ આવે છે ? આ સવાલ સાંભળીને થોડું વિચિત્ર લાગશે પણ આપણને દિવસના સ્થાને રાત્રે સારી ઊંઘ આવે છે એના પાછળ નું કારણ શું હશે ?

પ્રકાશ આપણી ઊંઘ પર  ભારે અસર કરે છે, જયારે રાત્રે અંધારું હોય છે ત્યારે આપણું દિમાગ મેલાટોનિન નામનું એક રસાયણ બનાવે છે જે આપણને સારી ઊંઘ આપે છે, રાત્રે અંધારું હોવા છતાં મેલાટોનિન આપણા દિમાગને સંકેત આપીને આપણા શરીરને પ્રભાવિત કરે છે. જેનાથી આપણું શરીર રિલેક્સ થઇને સારી ઊંઘ લે છે. સવારના સમયમાં આ હોર્મોન્સનું પ્રમાણ ખુબ ઓછું હોય છે આખો દિવસ તેનું પ્રમાણ ઓછું જ હોય છે પરંતુ જેમ જેમ રાત થતી જાય છે તેમ તેમ મેલાટોનિનનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગે, અને તેની સાથે સાથે આપણને ઊંઘ પણ આવવા લાગે છે.બસ આ જ કારણથી આપણને રાત્રે વધુ સારી ઊંઘ આવે છે.

જો કે અત્યારના સમયમાં ઘણાં લોકો એવા પણ છે જેમને રાત્રે ઊંઘ નથી આવતી જેનું કારણ લાઈટ છે.અત્યારે લાઈટના સોર્સ કેટલા વધી ગયા છે કે ક્યારેક ક્યારેક ઊંઘ ન આવવાની સમસ્યા ઉભી થઇ જાય છે. મોડી રાત સુધી મોબાઈલ કે ટીવી જોતા રહેવાથી પણ ઘણી વાર ઊંઘ ન આવતી હોય એવું તમારી સાથે ક્યારેક તો બન્યું જ હશે. ટીવી અને મોબાઈલમાંથી ઉત્પન્ન થતી બ્લુલાઈટ આપણને મોડી રાત સુધી ઊંઘ નથી આવવા દેતી જેનાથી તમે મોડી રાત સુધી  પડખા ફેરવ્યા કરો છો. જો કે આ સમસ્યાથી બચવા માટે મોબાઈલ બનાવતી કંપનીઓ નાઇટમૉડનું ફીચર આપતી હોય છે જેનાથી આપણા મોબાઈલ ફોનની સ્ક્રીન વાદળીના સ્થાને પીળા રંગની થઇ જાય છે. જેનાથી મોડી રાત સુધી ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઉપયોગ કરવા છતાં પણ ઊંઘ ન આવવાની સમસ્યા પેદા થતી નથી

મનુષ્યને કેટલા કલાકની ઊંઘની જરૂરિયાત છે

3 મહિનાના નવજાત બાળક ને 14 થી 17 કલાક
4 થી 11 મહિનાના બાળક ને 12 થી 15 કલાક

1 થી 2 વર્ષ ના બાળકને 11 થી 14 કલાક
3 થી 5 વર્ષ ના બાળકને 10 થી 13 કલાક
6 થી 13 વર્ષ ના બાળકને 9 થી 11 કલાક
14 થી 17 વર્ષ ના વ્યક્તિને 8 થી 10 કલાક
18 થી 25 વર્ષ ના વ્યક્તિને 7 થી 09 કલાક
26 થી 64 વર્ષના વ્યક્તિને 7 થી 09 કલાક

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles