લગ્નેતર સંબંધ હંમેશા પરિવારને વિખેરી નાંખે છે. અંતે નિર્દોષ વ્યક્તિનો જીવ જાય છે. વલસાડના ધરમપુરમાં પણ આવો કિસ્સો બન્યો. જેમાં પત્ની પતિની પ્રેમિકાની માતાની ભુલથી હત્યા કરી. બાદમાં ખ્યાલ આવ્યો તો પોતે પણ આત્મહત્યા કરી લીધી.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા વાદસા જંગલમાં ગામમા પતિ પત્ની ઓર વે ના કિસ્સામાં એક નિર્દોષ માતા નો જીવ ચાલ્યો ગયો. પતિના અનૈતિક સબંધોથી કંટાળેલી પત્ની કુહાડી લઈ પતિની પ્રેમિકાના ઘર પર પહોંચી હતી. આખી ઘટના ઘડી હતી. આશાવર્કર તરીકે ફરજ બજાવતા લીલાબેનના પતિ ગુલાબભાઈને ગામમાં જ રહેતી રેખા નામની યુવતી સાથે લગ્નેત્તર સંબંધો હોવાની જાણ થઈ હતી. પતિના આડાસંબંધોથી લીલાબેને સતત ઘરમાં ઝઘડો થતો રહેતો હતો. પત્ની રોજે રોજ આ ઘરકંકાસથી એટલી હદે કંટાળી ગઈ હતી. જેના કારણે ગતરાત્રિએ પતિ ગુલાબભાઈને પોતાના માતાપિતાને બોલાવવા માટે પોતાના પિયર મોકલી આપ્યા હતા. પતિની ગેરહાજરીમાં લીલાબેન કુહાડી લઈ રેખાની હત્યા કરવાના ઈરાદાથી તેના ઘર પર પહોંચી હતી. જો કે તે સમયે રેખાની જગ્યાએ રેખાની માતા રશ્મિબેન સુઈ રહ્યા હતા. રેખાના સ્થાને રશ્મીબેન સુઈ રહ્યા હતા. તેની જાણ લીલાબેનને ન હોવાથી કુહાડીના ઘા કરતા જ પથારીમાં આરામ કરતાં રશ્મિબેને અંતિમશ્વાસ લીધા હતા.
ભુલી બીજી વ્યક્તિની હત્યાની જાણ થતાં પોતે કરી આત્મહત્યા
હત્યા કર્યા બાદ લીલાબેને પોતાના ઘરે જઈને આત્મહત્યા કરી લીધી હતી. જેનું કારણ બહાર આવ્યુ કે રેશ્મિબેનની વહુએ જાનીબહેને કુહાડીના ઘા ઝિંકતા લીલાબેહેનને જોઈ લીધા હતા. જેનાથી ડરી ગયેલી લીલાએ પોતાના ઘરે પહોંચી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જાનીબહેને ગામના અગ્રણીઓને આ ઘટનાની જાણ કરતાં આખો મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસને જાણ કરાઈ. અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંન્ને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.
ઉલ્લેખનીય છે કે આખી ઘટનમાં લીલાબેનના પતિ અને પ્રેમીકાની પણ હવે પૂછપરછ ચાલુ કરી છે. કારણ કે બંન્નેના કારણે એક નિર્દોષ આરોપી બનીને બીજા નિર્દોષની હત્યા કરી કાઢી છે.