નવી દિલ્હીઃ બ્રાઝિલમાં એક યુવતી પોતાના પતિના ગળામાં કૂતરાની જેમ પટ્ટો લગાવી રસ્તા પર ફરતી જોવા મળી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો ચોંકી ઉઠ્યા અને યુવતીને ટ્રોલ કરવા લાગ્યા હતા.ટ્રોલ થયા બાદ યુવતીએ દલીલ આપી હતી કે આ ખૂબ રસપ્રદ હતું.
ડેઇલી સ્ટારના રિપોર્ટ અનુસાર, યુવતીનું નામ લુઆના કઝાકિ અને તેના પતિનું નામ આર્થર ઓઉર્સો છે. બંન્ને બ્રાઝિલના રેલવે સ્ટેશન અને રસ્તા પર તસવીરો પડાવી હતી. ફોટોમાં જોઇ શકાય છે કે યુવતી તેના પતિને કોઇ કૂતરાની જેમ ટ્રીટ કરતી જોવા મળી રહી છે.
આર્થરના ગળામાં લોખંડની ચેઇન બાંધેલી છે જેને લુઆનાએ પકડી રાખી હતી. આર્થરે એક માસ્ક પહેર્યો છે. લુઆના કહે છે કે તેમણે તેમની વચ્ચે પ્રેમ અને રોમાન્સ વધારવા માટે આવુ કર્યું હતું.
એક ઇન્ટરવ્યૂમાં લુઆનાએ કહ્યું કે મને એનાથી કોઇ ફરક નથી પડતો કે લોકો શું વિચારે છે. હું કોઇ ગેરકાયદેસર કામ કરી રહી નથી. અમે કોઇને તકલીફ આપ્યા વિના આ કામ કર્યું છે. અમારું માનવું છે કે એનાથી અમારી વચ્ચે પ્રેમ અને કામેચ્છા વધે છે. લુઆનાએ પતિ સાથે આ રીતે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.