બેંગ્લોરમાં પતિએ પત્નીએ LAPTOP અને CELLPHONE ધોઈ નાંખ્યા તો પત્નીથી સફાઈની આદતોથી કંટાળીને છુટાછેડા (DIVORCE)માંગવાની ઘટના સામે આવી છે. પત્નીએ પતિનો અસામાન્ય વ્યવહાર કરવાના આરોપ ફરિયાદ કરવાનું વિચારી રહી છે.
બેંગલોર સીટી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે દંપત્તિને બે વર્ષ પહેલાં બાળક થયુ. બાદમાં સ્થિતિ વધુ બગડવા લાગી હતી. પત્ની પોતાના પતિને ઓફિસથી ઘરે આવે એટલે શુઝ, કપડા, સેલફોનની સફાઈ માટે દબાણ કરતી હતી. જેનાથી પતિ ખુબ જ કંટાળી ગયો હતો. રીપોર્ટ અનુસાર કોવિડ કેસ વધતાં મહિલાએ ઘરમાં રહેલી તમામ વસ્તુઓ સાફ કરીને સેનેટાઈઝ કરવાની શરૂઆત કરી હતી.
લોકડાઉનના સમયમાં પત્નીએ પતિનો સેલ ફોન અને લેપટોપ ધોઈ નાંખ્યા હતા.
પતિએ પત્ની પર તો એવો પણ આરોપ લગાવ્યો છે કે તેની પત્ની દિવસમાં 6 વખત ન્હાય છે. બાદમાં જે સાબુથી ન્હાય છે તે સાબુને પણ સાફ કરવા માટે અન્ય સાબુનો ઉપયોગ કરે છે. મહિલાની માતાના નિધન બાદ પણ મહિલાએ તેના પતિ અને બાળકોને જબરજસ્તી ઘરની બહાર રાખ્યા હતા. અને 30 દિવસો સુધી સફાઈ કરી હતી.
પોલીસ સ્ટેશનમાંથી વધુ માહિતી મળી કે ખરેખર ત્યારે સમય આવ્યો કે પત્નીએ જ્યારે બાળકો પણ ઘે આવે તો તેમને સ્કૂલ યુનિફોર્મ ઘોવા અને શુઝ ધોવા પર ફરજ પાડી હતી. આ ઘટનાની શરૂઆત થતાં પતિ ઘર છોડી બાળકોને લઈને માતા-પિતાના ઘરે આવી ગયા. પત્ની પોલીસ સ્ટેશન પહોંચી ગઈ