છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત અને રાજ્યભરમાં પડી રહેલી ગરમીના કારણે તમામ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ઘરાયો છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને ગરમીનો સામનો ન કરવો પડે એટલા માટે પ્રાયોગિક ધોરણે અમદાવાદ શહેર પોલીસે બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બે દિવસ સુધી આ પ્રયોગ ચાલશે અને જો પ્રયોગ સફળ જશે તો આખા ગુજરાતમાં આખા ઉનાળામાં પ્રકારે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લેવાશે
અમદાવાદમાં બપોરના સમયે બહાર વાહનચાલકોને હિટ વેવથી રક્ષણ આપવા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા બપોરના 1થી4 વાગ્યા સુધી શહેરના 60 ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે.બે દિવસની ટ્રાયલ બાદ રિપોર્ટના આધારે સંપૂર્ણ રાજ્યમાં સિગ્નલ બંધ રાખવાના દિવસો લંબાવવાનો નિર્ણય કરવામાં આવશે. pic.twitter.com/xavzKFUTg9
— Harsh Sanghavi (@sanghaviharsh) May 7, 2022
ગૃહ રાજ્ય મંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યુ હતુ તે અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદના લોકોને ગરમીથી બચાવવા માટે આપના માટે શહેર પોલીસે સારો નિર્ણય કર્યો છે. શહેરના 60 જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરે 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બે દિવસ માટે બંધ રખાશે. બે દિવસના ટ્રાયલ બાદ રીપોર્ટના આધારે આખા રાજ્યમાં આખા ઉનાળા દરમિયાન ઉનાળામાં સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કરીશુ
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સૌથી પહેલાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો બાદમાં બે દિવસ પહેલાં જ વડોદરાના સત્તાધીશોએ શહેરીજનો માટે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.