જયપુરઃ બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને એક્ટ્રેસ કેટરિના કૈફના લગ્ન નવ ડિસેમ્બરના રોજ રાજસ્થાનમાં યોજાવાના છે ત્યારે મહેમાનો લગ્નમાં હાજરી આપવા પહોંચી ગયા છે. એક રિપોર્ટ અનુસાર અંબાણી પરિવાર વિક્કી અને કેટરિનાના લગ્નમાં હાજરી આપે તેવી શક્યતા છે. તેમના માટે ઓબેરોય હોટેલમાં 5 રૂમ રિઝર્વ રખાયા છે. જો કે, હજુ સુધી અંબાણી પરિવાર સવાઈ માધોપુર પહોંચ્યો નથી. તે સિવાય લગ્નમાં વિરાટ-અનુષ્કા, અક્ષય કુમાર અને અન્ય સેલિબ્રિટી પણ સામેલ થશે.
8 ડિસેમ્બર એટલે કે આજે હલ્દી સેરેમની યોજાશે અને પછી આફ્ટર પાર્ટી થશે. 9 ડિસેમ્બરે ધામધૂમથી સવાઈ માધોપુરના 700 વર્ષ જૂના સિક્સ સેન્સ બરવાડા મહેલમાં સાત ફેરા લેશે. એ પછી ડિનર અને પૂલ પાર્ટી રાખી છે. આ પાર્ટીમાં ફેમિલી મેમ્બર્સની સાથોસાથ સેલિબ્રિટી પણ સામેલ થશે. અત્યાર સુધી આશરે 50થી વધારે મહેમાનો પહોંચી ગયા છે.
લગ્નમાં સુરક્ષાને લઈને ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. સિક્યોરિટી કોડ વિના એન્ટ્રીની પણ મંજૂરી નથી. મંગળવારે નેહા ધૂપિયા, અંગદ બેદી, ફિલ્મ નિર્દેશક કબીર ખાન અને તેની પત્ની મીની માથુર અને અભિનેત્રી શર્વરી બાગ સિક્સ સેન્સ પહોંચ્યા હતાં.