દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વિટર ખરીદી લીધુ તેની ચર્ચા હજી પૂરી નથી થઈ. ત્યાં તો હવે મસ્કે બીજી કંપની ખરીદવાની જાહેરાત કરી દીધી છે. ટ્વિટર ખરીદતાની સાથે જ મસ્કે ટ્વિટ કર્યુ છે કે હવે તે કોકા કોલા કંપની ખરીદી લેશે અને પછી તેમાં કોકેઈન નાંખીને વેચવાની શરૂઆત કરશે.
Next I’m buying Coca-Cola to put the cocaine back in
— Elon Musk (@elonmusk) April 28, 2022
મસ્કના ટ્વિટ બાદ તો ટ્વિટર પર અલગ અલગ ટ્વિટ પણ થવા લાગ્યા અને જોતજોતામાં એલન મસ્ક કોકાકોલા ટ્રેડિંગમાં આવી ગયુ. ફક્ત 3 કલાકમાં તેના ટ્વિટને 16 લાખથી વધુ લોકોએ લાઈક્સ કરી દીધુ હતુ. અને અઢી લાખથી વધુ લોકએ તેને રીટ્વિટ પણ કરી દીધુ છે. આમ જોવા જઈને તો એલન મસ્કનું આ ટ્વિટ ફક્ત એક મજાક લાગી રહી છે.
LIC IPO માં રોકાણ માટે શું-શું કરવું જોઇએ? જાણો તમામ સવાલના જવાબ?
એલન મસ્ક અને ટ્વિટ વચ્ચે થયેલા એક સમજુતી કરાર પ્રમાણે ટ્વિટરને નીચે દેખાડવા અથવા તેનું અપમાન કરવાવાળુ કોઈ ટ્વિટ નહી કરી શકે એટલા માટે જ દુનિયાના સોથી અમીર વ્યક્તિ મસ્ક આજ કાલ અલગ અલગ વાતો કરી રહ્યા છે. વાતોમાં એ પણ છે કે ટ્વિટર કેવું હોવું જોઈએ. એલનનું તો માનવુ છે કે ટ્વિટરે ફ્રીડમ ઓફ સ્પિચ પર વધુ મહત્વ આપવુ જોઈએ. પરંતુ આ તે દેશના કાયદાઓ પ્રમાણે હોવું જોઈએ.