8 ડિસેમ્બરનો દિવસ ભારતના ઇતિહાસમાં દર્જ થનાર કાળો દિવસ સાબિત થયો હતો. હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં શહીદ સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત 11 અન્ય જવાનોએ પોતાનો જીવ ગુમાવી દીધો. આ 13 શહીદોમાં એક નામ આગ્રાના લાલ પૃથ્વી સિંહ ચૌહાણનું પણ હતુ.
પૃથ્વી સિંહ ચૌહાણ આ હેલિકૉપ્ટરના પાયલોટ હતા
પૃથ્વી સિંહ જ તે પાયલોટ હતા જે આ હેલિકૉપ્ટરને ચલાવી રહ્યા હતા. પૃથ્વી ઇન્ડિયન એરફોર્સના જાંબાઝ પાયલોટમાંથી એક ગણાતા હતા. તેમણે સૂડાનમાં વિશેષ ટ્રેનિંગ લીધી હતી. પૃથ્વીના પત્નીએ આ દુખદ સૂચનાની પૃષ્ટી કરી છે.
મોટી બહેને પરિવારને આપી દુખદ સૂચના
આગ્રાના ન્યૂ આગ્રા વિસ્તારમાં રહેતા પૃથ્વી સિંહ ચૌહાણના 72 વર્ષીય પિતા સુરેન્દ્ર સિંહ એક સમયે જાણીતી બ્રેડ બીટાનું ઉત્પાદન કરવા માટે જાણીતા હતા. પૃથ્વી પોતાના માતા પિતાના એકમાત્ર પુત્ર અને સૌથી નાના સંતાન હતા. શહીદ પૃથ્વીના પિતાને તેમની શહીદીના સમાચાર તેમની મોટી પુત્રી શકુંતલાએ આપ્યા હતા. શકુંતલા મુંબઇમાં રહે છે, તેમણે પોતાના ભાઇ વિશે આ દુખદ સૂચના ટીવીના માધ્યમથી મળી હતી જે બાદ તેમણે શહીદની પત્ની કામિનીને ફોન કરીને તેના વિશે જાણ કરી હતી.
ચાર બહેનોના એકમાત્ર ભાઇ હતા પૃથ્વી
42 વર્ષના પૃથ્વી પોતાની ચાર બહેનોના એકમાત્ર ભાઇ હતા. સૈનિક સ્કૂલ રીવાથી પોતાની પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનારા પૃથ્વી સિંહ ચૌહાણ અહીથી એનડીએમાં સિલેક્ટ થયા અને વર્ષ 2000માં ભારતીય વાયુસેનાનો ભાગ બન્યા હતા. કોઇમ્બતૂર પાસે એરફોર્સ સ્ટેશન પર તૈનાત પૃથ્વી વર્તમાનમાં ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાંડર હતા. પૃથ્વીએ વર્ષ 2007માં વૃંદાવનની કામિની સાથે સાત ફેરા લઇને પોતાના જીવન સાથી પસંદ કરી હતી. પૃથ્વી 12 વર્ષની પુત્રી આરાધ્યા અને 9 વર્ષના પુત્ર અવિરાજના પિતા હતા.
પૃથ્વી સિંહ ચૌહાણનું નામ જ શૂરવીરોનું નહતુ પણ તેમનો અંદાજ તેવો જ હતો. પૃથ્વી પાસે એવુ કૌશલ હતુ કે તે દુશ્મનના લડાકુ વિમાનોને ચકમો આપવામાં માહેર થઇ ગયા હતા. હૈદરાબાદથી પોતાની શાનદાર કરિયરની શરૂઆત કરનારા વિંગ કમાંડર પૃથ્વીની પોસ્ટિંગ ગોરખપુર, ઉધમસિંહ નગર, જામનગર, અંદમાન નિકોબાર સહિત અન્ય એરફોર્સ સ્ટેશન પર થઇ હતી. તે વિશેષ ટ્રેનિંગ માટે સૂડાન પણ ગયા હતા.