અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં 1200થી વધારે કોરોનાના કેસ નોંધાતા તંત્ર સતર્ક થઇ ગયુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના કેસ વધતા AMTS-BRTSની બસ માટે મહત્વનો નિર્ણય કર્યો છે.
6 જાન્યુઆરીથી AMTS-BRTSની બસો 50 % સિટિંગ કેપેસિટી સાથે દોડાવવાનો નિર્ણય AMC દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તથા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભ પટેલ (AMTS)એ જણાવ્યુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારત વર્ષમાં જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરવામાં અગ્રેસર છે અને તેના ભાગ રૂપે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, અમદાવાદ જનમાર્ગ લી. દ્વારા શહેરીજનોને જાહેર પરિવહનની સેવા પુરી વાડવામાં આવે છે.
હાલમાં AMTSની 180 અને BRTSની 350 બસ મળી કુલ 930 બસ સંચાલનમાં મુકવામાં આવે છે. તમામ શહેરીજનોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પ્રવાસીઓના કોવિડ 19 વેક્સિનના સર્ટિફિકેટની ખરાઇ કરવામાં આવશે અને જે પ્રવાસીઓએ વેક્સિન લીધી ના હોય અથવા તો જેમનો વેક્સિનનો બીજો ડોઝ બાકી હોય તેવા પ્રવાસીઓને બસમાં બેસવા દેવામાં આવશે નહી.