નામ ન જણાવવાની શરતે મહિલા કહ્યું કે એને યાદ નથી કે તેને હીરો કયાંથી ખરીદ્યો છે. પરંતુ એનું માનવું છે કે તેને હીરો એક માર્કેટમાંથી મળ્યો હતો. નોર્થમ્બેરલેન્ડમાં આવેલા પોતાના ઘર ની સફાઈ દરમિયાન તેને હીરો ફક્ત એક ડ્રેસ નું બટન છે એમ સમજી ને કચરા સાથે કચરા પેટી માં ફેંકી દિધો. મહીલાનો દાવો છે કે એના પડોસી એ એને સુઝાવ આપ્યો કે તે આ ચમકતી વસ્તુ ની કિંમત કરાવે. માહિલા હીરા ને લઈને એક નામચીન ઓક્શનર પાસે ગઈ. ઓક્શનર નું કહેવુ છે કે મહિલાની અન્ય કિંમતી વસ્તુઓ સાથે આ હીરો એક અન્ય બૉક્સમાં મુકેલો હતો. જે દેખાવે એકદમ સામાન્ય લાગતો હતો. ઓક્શનર ને એવું પણ લાગ્યું કે એની કિંમત 2700 ડૉલર સુધી હશે. તપાસ પેહલા હીરો ઘણા સમય સુધી તેમના ટેબલ પર કોઈ પણ પ્રકારની સુરક્ષા સિવાય પડ્યો હતો. હીરા ની વધારે તપાસ કરવા માટે તેને બેલ્જિયમ ખાતે મોકલાયો છે. જ્યાં તપાસ કરનારા અધિકારો એ જણાવ્યું છે કે હીરો 34 કેરેટ નો છે. જેની કિંમત 2.7 મિલિયન ડોલર છે. તપાસકર્તાઓએ હીરાને સિક્રેટ સ્ટોન નામ આપ્યુ છે.