પતિ પત્નિ વચ્ચે નાની નાની બાબતે બોલાચાલી થતી રહેતી હોય છે. તમામ પરણિત મહિલા અને પૂરુષો આ સારી રીતે જાણ છે. પરંતુ આજે નજીવી બાબતે એક પત્નિએ પોતાના પત્નીની સાવ નજીવી બાબતે હત્યા કરી નાંખી છે. જેનાથી લોક ભારે આશ્ચર્ય ચકિત છે. જી હાં પત્નિએ પતિનિ હત્યા કરી નાંખી છે એમાં પણ ફક્ત એટલી જ બાબત હતી કે પતિએ પત્નિને ટોકી હતી કે જીન્સ પહેરીને મેળામાં બીજીવાર ફરવા ન જતી.
ઘટના છે ઝારખંડના જમતાડાના જોરભીટા ગામની જ્યાં એક પત્નિએ પોતાના પતિની જ ફકત જીંસ પહેરવા બાબતે હત્યા કરી નાંખી છે. જોરભીટા ગામમાં પુષ્પા હેંબ્રમ ગોપાલપુર ગામમાં મેળો જોવા માટે જીંસ પહેરીને નિકળી પડી હતી. પુષ્પા મેળો જોઈને પોતાના ઘરે પરત ફરી તો તેના પતિ આંદોલન ટુડૂએ તેને કહ્યુ કે હવે આપણા લગ્ન થઈ ગયા છે તુ હવે જીંસ પહેરીને આ પ્રકારે ફરવા જવાનું બંધ કરી દેજે. જીંસ પહેરવાની પતિ દ્વારા મનાઈ ફરમાવતા પત્નિએ વિરોધ દર્શાવ્યો. પતિ પત્નિ વચ્ચે જોરદાર ઝઘડો થયો અને પત્નિએ ગુસ્સામાં પતિ પર ચાકુથી હુમલો કરી દીધો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આંદોલન ડુટુને સારવાર માટે ધનબાદ પીએચસી હોસ્પિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું નિધન થઈ ગયુ. પત્નિએ પોતાના પરિવારજનો સામે આખી ઘટનાક્રમ કબુલ કરી લીધો છે.. ઉલ્લેખનીય છે કે પુષ્પા અને આંદોલનના લગ્ન 4 મહિના પહેલાં જ થયા હતા. પોલીસે પણ જાહેરાત કરી દીધી છે કે આંદોલનનુ મોત હુમલામાં ધાયલ થયા બાદ સારવાર દરમિયાન થયુ છે.