સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર ધનુષને કોઇ ઓળખની જરૂર નથી. સુપરસ્ટાર રજનીકાંતના જમાઇ હોવા સિવાય એક અલગ ઓળખ પણ છે. પત્ની એશ્વર્યાએ ધનુષને લઇને એક મોટી જાહેરાત કરી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ જોડી 18 વર્ષ પછી અલગ થવાની જાહેરાત કરી છે. આ પોપ્યુલર જોડીની નેટવર્થ વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.
કરોડોના માલિક છે મલ્ટીટેલેન્ટેડ ધનુષ
ધનુષની વાત કરવામાં આવે તો તે પોતાના ટેલેન્ટના દમ પર કરોડોના માલિક બની ચુક્યા છે. વર્ષ 2020માં ધનુષે તો 145 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એક રિપોર્ટ અનુસાર, ગત વર્ષે ધનુષની કમાણી 20 મિલિયન યૂએસ ડૉલર એટલે કે 142 કરોડ રૂપિયા હતી. જ્યારે એબીપી અનુસાર, તેમની નેટવર્થ 160 કરોડ રૂપિયા રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ધનુષ એક ફિલ્મના સાતથી આઠ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય જાહેરાત અને અન્ય વસ્તુથી પણ તેની કમાણી થાય છે.
ચેન્નાઇના પૉશ વિસ્તારમાં તે એક આલીશાન બંગલામાં રહે છે. આ બંગલાની કિંમત 20થી 25 કરોડ રૂપિયાની આસપાસ છે. હજુ સુધી ધનુષ પોતાની પત્ની એશ્વર્યા અને બે બાળક સાથે આ બંગલામાં જ રહેતો હતો. આ સિવાય ધનુષ એક ડૉક્ટર પણ છે.
જાણો એશ્વર્યા રજનીકાંતની કમાણી
એશ્વર્યા રજનીકાંતની પણ કરોડોની કમાણી છે. સિંગર એશ્વર્યા એક વર્ષમાં સાતથી 35 કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે. જો અનુમાન લગાવવામાં આવે તો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ ચર્ચિત જોડી એક વર્ષમાં આશરે 145 કરોડ રૂપિયાની આસપાસ કમાય છે. ધનુષે અભિનય સિવાય ડિરેક્શન, પ્લેબેક સિંગર અને પ્રોડ્યૂસર પણ ખુદને સાબિત કર્યુ છે. આ સિવાય આ જોડીએ અલગ-અલગ જગ્યા પર કેટલીક મોટી પ્રૉપર્ટી પર પણ રોકાણ કરવામાં આવ્યુ છે.