લોકો પૈસા કમાવવા માટે એવી એવી રીત શોધે છે જેમાં તેમણે ઓછી મહેનત કરવી પડે છે અને સારી એવી કમાણી થાય છે. કોઇ ઓનલાઇન ટ્રેડિંગ કરે છે તો કોઇ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. જોકે, અત્યાર સુધી કોઇને તમે પેશાબ વેચીને પૈસા કમાવતા જોયા નહી હોય. આ અનોખુ કામ એક મૉડલ કરી રહી છે. જે ચર્ચામાં છે.
કેક્ટસ કુટી નામની એક મોડલ ઓનલાઇન પોતાના શરીરનું વેસ્ટ વોટર એટલે કે યૂરિન વેચે છે અને તેનાથી પૈસા કમાય છે. તમે જાણીને ચોકી જશો કે તેના એક મેડિકલ કપ હજારો રૂપિયામાં વેચાય છે. તમને આ કામ ખરાબ લાગી રહ્યુ હોય પરંતુ તેને ખરીદવા માટે લોકોની લાઇન લાગે છે.
વર્ષ 2016માં શરૂ કર્યો હતો બિઝનેસ
Daily Starના રિપોર્ટ અનુસાર કેક્ટસ કુટી Only Fans નામની સાઇટ પર મૉડલ છે અને તેને 2016માં પોતાનો આ બિઝનેસ શરૂ કર્યો હતો, તેણે પોતાના ફેન્સ માટે પેશાબ વેચવાનો જ નહી પણ 10 મિનિટ સુધી પેશાબ કરવાનો વીડિયો પણ બનાવ્યો હતો. પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે કામ કરનારી કેક્ટસ ખુદ જણાવે છે કે તેનો આ વીડિયો પસંદ કરવામાં આવે છે અને તે તેની માટે ખાસ પ્રેક્ટિસ કરે છે, તેના ફેન્સ આ વાત જાણીને ચોકી જાય છે કે કોઇ 10 મિનિટ સુધી કેવી રીતે પેશાબ કરી શકે છે? તે મહિનામાં 1-2 વખત આ પ્રેક્ટિસ કરે છે કારણ કે તેનાથી તેના સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે.
એક કપ પેશાબની કિંમત 5200 રૂપિયા
કેક્ટસ કુટીની યૂરિન હોલ્ડ કરવાની ક્ષમતાથી તેના ફેન્સ એટલા પ્રભાવિત છે કે તેના યૂરિન ખરીદવા માટે પણ તૈયાર રહે છે. એક મેડિકલ કપ પેશાબની કિંમત કેક્ટસ £52 એટલે કે આશરે 5200 રૂપિયા લગાવે છે. તે તેની પર ગ્રાહકોને ડિસ્કાઉન્ટ પણ આપે છે જે કસ્ટમાઇઝ તરીકે પણ વેચે છે.