દુનિયાનો પહેલુ તરતું શહેર દક્ષિણ કોરિયામાં તૈયાર કરવામાં આવી રહ્યુ છે. બુસાન તટ પાસે બનાવામાં આવી રહેલા શહેરને સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ સમર્થન આપ્યુ છે. તરતાં શહેરમાં એવી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. જેના પર પૂર કે કોઈપણ કુદરતી આપત્તિની અસર નહી થાય.
Daily Mail ના એક રીપોર્ટના આધારે તરતાં શહેરમાં માણસો દ્વારા બનાવેલા અસંખ્ય દ્વીપ તૈયાર કરાશે. શહેરમાં જેટલા પણ ઘર હશે તેનાં ધાબા પર સોલાર પેનલ્સ લગાવી દેવાશે. જેના થકી વીજળી ઉત્પન્ન કરીને વિજળીનો ઉપયોગ કરી શકાશે. સાથે સાથે સ્વસ્થ હવા પાણીની પણ તેવી જ રીતે વ્યવસ્થા કરવામાં આવશે. તરતુ શહેર સમુદ્રના તળિયા સાથે જોડાયેલુ રહેશે. જેના કરાણે કુદરતી આપત્તિઓ સાથે 5 કેટેગરી સુધીના હેરિકેનથી પણ બચી શકાશે.
Oceanix નામની કંપની શહેરને તૈયાર કરી રહી છે. અત્યારે અહીં કોણ કોણ રહી શકશે તેના પર વિચાર વિમર્શ થઈ રહ્યો છે. શહેરના અંદરના તમામ દ્વીપ હેક્સાગનલ આકારના હશે.
શહેરને200 મિલિયન ડૉલરના ખર્ચથી તૈયાર કરવામાં આવી રહ્યુ છે. રહેવાં માટે લોકોને ભાડું આપવુ પડશે કે નહી તે મામલે પણ અત્યારે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. શહેરમાં રહેનારા લોકોને પ્લાંટ બેસ્ડ ડાયટ પર રાખવામાં આવશે. જેનાથી જગ્યા અને પાણીની ઓછો વ્યય થાય. બનાવનાર કંપનીનો એવો પણ દાવો છે કે આગામી સમયમાં શહેરમાં ખેતી પણ કરી શકાય તેવી સ્થિતિ પણ ઉભી કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.