spot_img

T-20 WORLDCUP:ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને રૂ.12 કરોડ મળ્યા IPLની રનરઅપ ટીમ કરતાં પણ ઓછા છે

ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઈનલ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાને સારી એવી રાશી આપવામાં આવી. વિજેતા કાંગારૂ ટીમને $1.6 મિલિયન એટલે કે 12 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યુ. રનરઅપ ન્યુઝીલેન્ડને 6 કરોડ રૂપિયાની રકમ મળી. સેમીફાઈનલમાં હારેલી બંને ટીમો એટલે કે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને 4-4 લાખ યુએસ ડોલર (3 કરોડ રૂપિયા) આપવામાં આવ્યા હતા.

 

IPL સામે ટી 20 વર્લ્ડ કપની જીતની ઈનામની રાશી અત્યંત ઓછી છે. યુએઈમાં જ આ વર્ષે યોજાયેલી આઈપીએલ ટુર્નામેન્ટમાં ચેન્નાઈ સુપરકિંગ્સ વિજેતા બની હતી. જેમાં તેને 20 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યુ હતુ અને રનરઅપ રહેલી કોલકત્તા નાઈટ રાઈડર્સને 12.5 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યુ હતુ. બંન્ને ટીમોની ઈનામની રાશી ICC t 20 વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા કરતાં વધારે છે.


આઈસીસીની સુપર 12 સ્ટેજમાંથી બહાર થનારી ટીમોને બોનસ એવોર્ડ મળ્યો હતો. સુપર 12 સ્ટેજપર થયેલી કુલ 30 મેચોમાંથી 40 હજાર ડોલર એટલે કે 1 કરોડ 20 લાખ ઈનામ આપવામાં આવ્યા. સુપર 12 સ્ટેજમાંથી બહાર થનારી ટીમોને 70 હજાર ડોલર આપવામાં આવ્યા છે

રાઉંડ એક મેચમાંથી બહાર નિકળી જનારી ટીમોને 40 હજાર ડોલર મળ્યા. જેમાં બાંગ્લાદેશ, આયરલેન્ડ, ઓમાન, મેધરલેન્ડ, ન્યુગિનિ, સ્કોટલેન્ડ, અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. તેની સામે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝિલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝ ટીમો સીધા સુપર 12 સ્ટેજ સુધી પહોંચી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles