સ્માર્ટફોન કંપની શાઓમીનો Xiaomi 11T Pro જલ્દી તમારી સામે આવી જશે. શાઓમીનો હાઇપરફોન શાઓમી 11T Pro ભારતમાં 19 જાન્યુઆરીએ લોન્ચ થશે. લોન્ચિંગ પહેલા નવા સ્માર્ટફોનની તસવીરો લીક થઇ ચૂકી છે. તસવીરો સાથે શાઓમી હાઇપરચાર્જ સ્માર્ટફોનની ખાસિયતો પણ સામે આવી છે. શાઓમી 11 ટી પ્રો ની કિંમત ભારતમાં 40,000 થી 50,000 રૂપિયા વચ્ચે રહી શકે છે.
Xiaomi 11T Pro ત્રણ રેમ + સ્ટોરેજ વેરિએન્ટમાં મળશે
રિપોર્ટ્સ પ્રમાણે Xiaomi 11T Pro ત્રણ રેમ + સ્ટોરેજ 8GB+128GB, 8GB+256GB અને 12GB+256GB વેરિએન્ટમાં મળશે. શાઓમી સ્માર્ટફોનમાં હરમન કાર્ડન દ્રારા ટ્યૂન કરેલું સ્ટીરીયો સ્પીકર સેટઅપ મળી શકે છે. આ સ્પેક્સ Xiaomi 11T Pro ના યૂરોપિય વેરિએન્ટના અનુરુપ છે. જે ગત ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
Xiaomi 11T Pro માં શું છે ખાસિયતો
અમેઝોનના એક ડેડિકેડેટ માઇક્રોસાઇટ પ્રમાણે Xiaomi 11T Pro માં 120Hzરિફ્રેશ રેટ સાથે 10 બિટ AMOLED ડિસ્પ્લે મળશે. હુડ અંતર્ગત તેમાં ક્કાલકોમ સ્નેપડ્રેગ 888 5G ચિપસેટ મળશે. માઇક્રોસાઇટમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે અપકપિંગ ફોનને 120W શાઓમી હાઇપરચાર્જ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળશે. જે 17 મિનિટમાં બેટરીને ફૂલ ચાર્જ કરી શકે છે.
ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે
શાઓમી 11T Pro સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. જેમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇટ સેન્સર અને એર ટેલિફોટો સેન્સર હશે. ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે. ફોનનું ડાઇમેન્શન 164.1×76.9×8.8 મિલીમીટર છે અને આ ફોનનું વજન ફક્ત 204 ગ્રામ છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ v5.2, જીપીએસ/એ-જીપીએસ, એનએફસી, આઈઆર બ્લાસ્ટર અને એક યૂએસબી ટાઇપ સી પોર્ટ સામેલ છે.
શાઓમીએ આ પહેલા મહિનાની શરૂઆતમાં હાઇપરચાર્જ સિરીઝમાં શાઓમી 11i સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. દાવા કરવામાં આવ્યો હતો કે આ ફોન 15 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જશે. શાઓમી 11 પછી હવે શાઓમી 11T લોન્ચ કરવામાં આવ્યો છે.