રમત જગત માટે વર્ષ 2021માં ભારત જ નહી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ પણ વિવાદમાં ફસાયા હતા. 2021ના આવા જ કેટલાક મોટા વિવાદ વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.
ભારત-ઇંગ્લેન્ડ માનચેસ્ટર ટેસ્ટ રદ
ભારતીય ક્રિકેટ ટીમ જુલાઇમાં ટેસ્ટ સિરીઝ રમવા માટે ઇંગ્લેન્ડ ગઇ હતી. આ દરમિયાન કોવિડ કેસ સામે આવ્યા. ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને ટીમના સહાયક સ્ટાફ સભ્ય કોવિડ-19 પૉઝિટિવ આવ્યા હતા. સીરિઝની અંતિમ મેચ માનચેસ્ટરમાં રમાવાની હતી તેને રદ કરી દેવામાં આવી હતી. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર તેનાથી નારાજ થઇ ગયા હતા, તેમણે કહ્યુ કે આઇપીએલને કારણે બોર્ડે ભારતીય ટીમને પરત બોલાવી લીધી છે.
સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી
વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ પહેલા જાહેરાત કરી હતી કે તે વર્લ્ડકપ પછી કેપ્ટન્સી છોડી દેશે. આ દરમિયાન બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ કે તેમણે કોહલીને કેપ્ટન્સી ના છોડવા કહ્યુ હતુ પરંતુ કોહલીએ દક્ષિણ આફ્રિકા પ્રવાસે ગયા પહેલા પત્રકાર પરિષદમાં આવી કોઇ વાત થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કોહલીએ સ્પષ્ટ કહ્યુ કે તેને કોઇએ પણ આવુ કઇ કહ્યુ જ નથી.
ઇંગ્લેન્ડ ક્રિકેટ પર જાતીય ભેદભાવનો આરોપ
ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ યોર્કશાયર જાતિય ભેદભાવના આરોપમાં દોષી મળી હતી. યોર્કશાયરના પૂર્વ કેપ્ટન અજીમ રફીકે ક્લબ અને તેના ખેલાડીઓ પર જાતિય ભેદભાવ જેવા મોટા આરોપ લગાવ્યા જે બાદમાં કમિટીની તપાસમાં સાચા સાબિત થયા હતા. ગેરી બેલેન્સે તેનો સ્વીકાર કર્યો હતો. યોર્કશાયરના ચેરમેન રોજર હટ્ટને આ મામલે રાજીનામુ આપ્યુ જ્યારે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને જાતિય ટિપ્પણી મામલે માફી માંગવ પડી હતી.
ડેવિડ વોર્નર અને હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી આમને-સામને
આઇપીએલ-2021માં સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખરાબ રહ્યુ હતુ. સતત મેચ હારવા પર કેપ્ટન ડેવિડ વોર્નરને ટૂર્નામેન્ટની વચ્ચે જ કેપ્ટન્સી છોડવા માટે કહી દેવામાં આવ્યુ હતુ. કેપ્ટન્સી લીધા બાદ વોર્નરને પ્લેઇંગ 11માં પણ જગ્યા આપવામાં આવી નહતી. વોર્નરની કેપ્ટન્સીમાં જ હૈદરાબાદે 2016નો આઇપીએલ ખિતાબ જીત્યો હતો.
ટીમ પેનની કેપ્ટન્સી ગઇ
એશિઝ શરૂ થયા પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેન પર મહિલા સહકર્મીને અશ્લીલ મેસેજ મોકલવાનો કેસ સૌની સામે આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તુરંત નિર્ણય લેતા પેનને કેપ્ટન પદ છોડવા કહી દીધુ હતુ. પેને રાજીનામુ આપ્યુ અને સાથે જ અનિશ્ચિતકાળ બ્રેક પર ચાલ્યા ગયા હતા. ટીમ પેનને કેપ્ટન પદેથી હટાવ્યા બાદ પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયાનો નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.