વર્ષ 2021 ખતમ થવા જઇ રહ્યુ છે. આ વર્ષ બોલિવૂડ સ્ટાર માટે ખાસ રહ્યુ હતુ. આ વર્ષે કેટરીના કૈફ-વિક્કી કૌશલ, વરૂણ ધવન-નતાશા સહિતના સ્ટાર્સે લગ્ન કર્યા હતા.
દીયા મિર્ઝા-વૈભવી રેખી
બોલિવૂડ એક્ટ્રેસ દીયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે 15 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. મુંબઇમાં વૈભવ રેખી સાથે આ લગ્નમાં તેમના નજીકના કેટલાક મિત્ર અને સબંધી સામેલ થયા હતા. પ્રોડ્યૂસર સાહિલ સંઘા સાથે છૂટાછેડા બાદ દીયાના આ બીજા લગ્ન હતા.
વરૂણ ધવન- નતાશા દલાલ
બોલિવૂડ એક્ટર વરૂણ ધવન અને લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલે આ વર્ષે 24 ફેબ્રુઆરીએ અલીબાગના ધ મેન્શન હાઉસમાં ધૂમધામથી લગ્ન કર્યા હતા.
એવલિન શર્મા અને તુષાન ભિંડી
એક્ટ્રેસ એવલિન શર્માએ તુષાન ભિંડી સાથે 15 મે 2021માં ઓસ્ટ્રેલિયામાં લગ્ન કર્યા હતા.
યામી ગૌતમ-આદિત્ય ધર
બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે 4 જૂને ફિલ્મ મેકર આદિત્ય ધર સાથે અચાનક લગ્ન કરી બધાને ચોકાવી દીધા હતા. યામીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના લગ્નનો ખુલાસો કર્યો હતો.
રાજકુમાર રાવ-પત્રલેખા
બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે 15 નવેમ્બરે લગ્ન કર્યા હતા. બોલિવૂડ કપલે ચંદીગઢમાં સાત ફેરા લીધા હતા. લગ્નમાં માત્ર નજીકના લોકો જ સામેલ થયા હતા.
વિનીત કુમાર અને રૂચિરા ગોરમરે
મુક્કાબાજ એક્ટર વિનીત કુમાર સિંહે ગર્લફ્રેન્ડ રૂચિરા ગોરમરે સાથે 29 નવેમ્બરે લગ્ન કર્યા હતા.
કેટરીના કૈફ અને વિક્કી કૌશલ
કેટરીના કૈફ અને વિક્કી કૌશલ 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા. આ કપલે રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લામાં સ્થિત હોટલ સિક્સ સેન્સ ફોર્ટમાં હિન્દૂ રીતિ-રિવાજ સાથે સાત ફેરા લીધા હતા.